Sunday, June 21, 2026
Homeરાજ્યજામનગરહનુમાન ગેઇટ પોલીસ ચોકી નજીક ધોળે દિવસે 15 લાખની લૂંટ

હનુમાન ગેઇટ પોલીસ ચોકી નજીક ધોળે દિવસે 15 લાખની લૂંટ

પાંચ દિવસ પૂર્વે સોનાની માળા આપવાના બહાને લૂંટ : ઓખાના યુવાનને હત્યાકેસમાં ફસાવી દેવાની ધમકી : 15 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ

જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ પાસે 15 લાખમાં સોનાની માળા આપવા બોલાવેલા ઓખાના યુવાન સાથે બે શખ્સોએ હત્યાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 15 લાખની બેગની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં ફાટક પાસે આવેલા બર્માસર ક્વાર્ટરમાં રહેતાં અને રિક્ષા ચલાવતાં વિજયભાઇ ભગવાનદાસ દેવમુરારી (ઉ.વ.45) નામના યુવાનને ધના પરમાર નામના શખ્સે રૂા. 15 લાખમાં સોનાની માળા આપવાની લાલચ આપી વિશ્ર્વાસમાં લીધો હતો અને ત્યારબાદ વિજયને ગત્ તા. 26ના રોજ જામનગર બોલાવ્યો હતો. ત્યારબાદ વિજય બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં જી. જી. હોસ્પિટલ સામે આયુર્વેદ હોસ્પિટલની પાછળના ગેઇટ પાસે મળવા બોલાવ્યો હતો. જ્યાં ધના પરમાર અને વિજય નામના બે શખ્સોએ આવીને સોનાની માળા પેટેના 15 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. જેથી વિજયએ સોનાની માળા માંગીને તપાસતા ખોટી હોવાની શંકા જવાથી આ સોનુ સાચું છે કે નહીં? તે તપાસ કરાવવાનું કહેતાં ધના પરમાર અને વિજય નામના બન્ને શખ્સોએ રૂપિયા આપ અમારે હોસ્પિટલમાં દર્દીને આપવાના છે. જો ઇ દર્દીને કંઇ થઇ જશે તો તને ખુનના આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી વિજય પાસે રહેલી 15 લાખની રોકડની બેગ બળજબરીપૂર્વક લૂંટી લઇ તેના પરિવારની ખેર નહીં રહે તેવી બીક બતાવી પલાયન થઇ ગયા હતા.

ધોળે દિવસે જી. જી. હોસ્પિટલ અને હનુમાન ગેઇટ પોલીસ ચોકી નજીક બનેલી લૂંટની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એસ. જી. કેશવાલા તથા સ્ટાફે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજ તપાસવા સહિતની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular