Wednesday, October 4, 2023
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં ઘુસવાની લ્હાયમાં 46 લોકો ગુંગળાઇ મર્યા

અમેરિકામાં ઘુસવાની લ્હાયમાં 46 લોકો ગુંગળાઇ મર્યા

ગેરકાયદે સરહદ પાર કરાવવા એરટાઇટ કન્ટેઇનમાં ઠાંસી-ઠાંસીને ભરાયા હતા 100થી વધુ લોકો

- Advertisement -

અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરથી સોમવારે જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેઇનમાં 100 જેટલા લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તેમને 18 પૈડાંવાળી આ ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ, 4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જોકે હવે આ લોકોનાં મોત કેવી રીતે થયાં એ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી કશું જણાવ્યું નથી. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે. ટ્રકના બંધ કન્ટેઇનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીનાં મોત થયાની આશંકા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને ટેક્સાસ પોલીસ. મેડિકલ ટીમે ટ્રકમાં હાજર 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું હતું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે.

- Advertisement -

સોમવારે અહીંનું તાપમાન 39.4 ડીગ્રી સેલ્સિયસ હતું. મેક્સિકન વિદેશમંત્રી માર્સેલો એબ્રાર્ડે કહ્યું હતું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.
અહેવાલ અનુસાર, જે ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યા છે તે શહેરના દક્ષિણ ભાગના બહારના વિસ્તારમાં આવેલી રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યા હતા.અહેવાલ પ્રમાણે, સેન્ટ એન્ટોનિયોમાં બનેલી દુર્ધટનામાં 46 લોકોના મોતની માહિતી મળી છે. આ ઘટનાસ્થળની એક તસવીરમાં સેન્ટ એન્ટોનિયો પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે. આ મામલે સેન્ટ એન્ટોનિયોપોલીસ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular