જામનગર શહેરમાં નવા 80 ફુટ રોડ ઉપર આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના લાઇવ મેચ ઉપર જુગાર રમાડતા શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નવા 80 ફુટ રોડ ઉપર જાહેરમાં મોબાઇલ ફોનમાં ક્રિકેટ ગુરૂ એપ્લીકેશનમાં આઇપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતાં સુરેશ વિઠ્ઠલ ઠક્કર (ઉ.વ.65) નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ સોદાઓ લેનાર મોબાઇલ નંબર 63552 86692 ધારક સહિતના બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


