Thursday, May 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસીટોક

જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસીટોક

પોલીસ દ્વારા 11 શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી : 6 શખ્સોની અટકાયત

જામનગર શહેરમાં વધુ એક ગુજસીટોક સંબંધિત ગંભીર ગુનો નોંધાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરના બેડી વિસ્તારમાં સક્રિય સાઈચા ગેંગ સામે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનામાં કુલ અગિયાર આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ ગત મધરાત્રિ દરમિયાન એલસીબી ટીમ દ્વારા બેડી સહિત વિવિધ વિસ્તારોમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ગેંગ સાથે સંકળાયેલા છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે અને ગુનામાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી બેડી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ગેંગની ગતિવિધિઓ અંગે ગુપ્ત રીતે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. ત્યારબાદ પુરાવા અને પ્રાથમિક તપાસના આધારે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુનામાં નામજોગ થયેલા અગિયાર આરોપીઓ પૈકી છ આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઇ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો કામે લાગી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ તથા સ્થાનિક ગુનાખોરી શાખા દ્વારા સંયુક્ત તપાસ ચલાવવામાં આવી રહી છે.

- Advertisement -

શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસની પ્રાથમિક તપાસ દરમિયાન બેડી વિસ્તારના એજાજ સાઇચા, હનીફ સાઇચા, મહેબૂબ સાઇચા, ગુલામ સાઇચા, રજાક સોપારી, હુસેન સોપારી,અમીન નોતીયાર અને મોઈન સુમરા સહિતના 11 આરોપીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શનમાં જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈની, તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલાની રાહબરીમાં સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે જામનગરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોક અંગેના બે અપરાધો નોંધવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular