Thursday, May 21, 2026
Homeરાજ્યજામનગરભગવાન શ્રીકૃષ્ણ અને સનાતન સંસ્કૃતિ આધારીત ‘કૃષ્ણાવતારમ્’ ફિલ્મના કલાકારોએ શું કહ્યું? -...

ભગવાન શ્રીકૃષ્ણ અને સનાતન સંસ્કૃતિ આધારીત ‘કૃષ્ણાવતારમ્’ ફિલ્મના કલાકારોએ શું કહ્યું? – VIDEO

જામનગરમાં ગઇકાલે મેહુલ સિનેમેકસ ખાતે શ્રીકૃષ્ણ ભકિતની વૈશ્વિકલહેર ‘કૃષ્ણાવતારમ્’ પાર્ટ-1 હૃદયમનું સ્પેશ્યલ સ્કિીનીંગ મેહુલ સિનેમેકસ ખાતે યોજાયું હતું જેમાં આ ફિલ્મના કલાકારો તેમજ મંત્રી અને ધારાસભ્ય તથા પૂર્વમંત્રી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ અને સનાતન સંસ્કૃતિની ભવ્યતાને મોટા પદડા પર રજૂ કરતી ફિલ્મ ‘કૃષ્ણાવતારમ્’ પાર્ટ-1 હૃદયમ્ હાલમાં ધુમ મચાવી રહી છે. આ ફિલ્મને લઇ પરીવારો, યુવાનો, વડીલો અને બાળકોમાં વિશેષ ઉત્કૃષતા જોવા મળી રહી છે. લેખક-દિગ્દર્શક હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત અને સજ્જન રાજ કુરુપ દ્વારા નિર્મિત આ ભવ્ય ફિલ્મ લેખક રામ મોરીના પ્રસિદ્ધ પુસ્તક “સત્યભામા” પર આધારિત છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા (શ્રીકૃષ્ણ), સુષ્મિતા ભટ્ટ (રાધા), નિવાશિની કૃષ્ણન (રુક્મિણી), સંસ્કૃતિ જયાના (સત્યભામા) અને જે. કાર્તિક (સત્રાજિત) જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે અને તેમના અભિનયથી વાર્તાને જીવંત બનાવી છે. આ ફિલ્મનો સ્કીનીંગ ગઇકાલે જામનગરના મેહુલ સિનેમેકસ ખાતે યોજાયું હતું.

- Advertisement -

આ તકે પૂર્વમંત્રી અને ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, અગ્રણીઓ વિપુલભાઇ કોટક, દિનેશભાઇ મારફતીયા, નિરજભાઇ દતાણી, હિતુલભાઇ કારીયા સહિતના અગ્રણીઓ તેમજ કૃષ્ણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ફિલ્મ નિહાળી હતી. તેમજ આ દરમિયાન રાધે-કૃષ્ણ અને જય દ્વારકાધીશના નારાથી સિનેમા ઘર ગુંજી ઉઠયું હતું. ફિલ્મના શો દરમિયાન ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી. તેમજ ફિલ્મની પ્રશંસા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular