Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરઆશા, અપેક્ષા, નિષ્પક્ષતા, નિડરતા અને જવાબદારીનું 11 મું વર્ષ

આશા, અપેક્ષા, નિષ્પક્ષતા, નિડરતા અને જવાબદારીનું 11 મું વર્ષ

- Advertisement -

જન્મદિવસ એટલે એક ડગલું આગળ વધવાનો દિવસ, વિતેલા વર્ષના અવલોકન અને વિશ્ર્લેષણનો દિવસ, વ્યકિત હોય કે પછી સંસ્થા તેમના માટે જન્મદિવસ કે સ્થાપના દિવસનું અનેરું મહત્વ હોય છે. તેમાંય એક અખબારનો સ્થાપના દિવસ વિશેષ હોય છે. વર્ષ 2011 ની 28મી ડિસેમ્બરે ખબર કોમ્યુનિકેશન પ્રા.લી.ના નેજા હેઠળ ‘ખબર ગુજરાત’નો જામનગરમાં ઉદય થયો. ઉદય સાથે જ સર્વત્ર સોનેરી પ્રકાશ રેલાવનાર ‘ખબર ગુજરાત’આજે પ્રકાશપૂંજની જેમ રોશની રેલાવી રહ્યું છે. 10 વર્ષની ઝળહળતી સફર પૂર્ણ કરીને ‘ખબર ગુજરાત’ આજે જ્યારે 11માં વર્ષમાં પદાર્પણ કરી રહ્યું છે ત્યારે આ મહત્વપૂર્ણ સફરના યશભાગીઓ સર્વે વાંચકો, પ્રતિનિધિઓ, એજન્ટો, વિજ્ઞાનપનકારો, સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો, તંત્ર વાહકો અને વડીલોને કેમ વિસરાય… આપ સૌ ‘ખબર ગુજરાત’ની સફળતાના ખરા શિલ્પી છો, આપે જ ‘ખબર ગુજરાત’ને કંડાર્યુ છે, શણગાર્યું છે.

- Advertisement -

તડકી-છાંયડી જીવનનો એક ભાગ છે. મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરી તેમાંથી સાંગોપાંગ પાર ઉતરવું એ જ સફળતા છે. અખબારી મુલ્યોનું જતન કરીને ખબર આજે એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાં વાંચકોનો વિશ્ર્વાસ છે અને અપેક્ષા છે. જ્યારે ખબર ગુજરાત માટે એ પડકારરૂપ જવાબદારી છે. ખબર ગુજરાત પોતાની જવાબદારી સમજે છે એટલે જ તો વાચકોનો ભરોસો પ્રાપ્ત કરી શકયું છે. સમાજ અને રાષ્ટ્રહિતમાં નિડર અને નિષ્પક્ષ રીતે ફરજ બજાવતું રહેશે, જવાબદારી નિભાવતું રહેશે. જેની આ તકે ખાતરી આપતા જરાપણ ખચકાટ અનુભવાતો નથી.
કોરોનાકાળ આપ વાચકો સાથે ખબર ગુજરાત માટે પણ મુશ્કેલી ભર્યો રહ્યો, છતાં મહામારીથી વિચલિત થયા વગર પથદર્શક બની રહ્યું, અફવાઓને અલગ તારવી વૈજ્ઞાનિક સત્ય આધાર સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન ખબર ગુજરાતના પણ કેટલાંયે કર્મીઓ આ મહામારીને ઝપટે ચડયા પણ હિંમત ના હાર્યા. પરિણામ સ્વરૂપ ખબર ગુજરાત પોતાની ડીજીટલ એડીસનનો પણ વિસ્તાર કરી શકયું. આ સફળતા આપના પ્રેમ અને સ્નેહને આભારી છે. આશા છે આવનારા સમયમાં પણ આપ સૌની લાગણી અને હુંફ મળતા રહેશે. અંતમાં ફરી એકવાર ‘ખબર ગુજરાત’ પરિવાર આપ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular