Saturday, June 13, 2026
Homeરાજ્યજામનગરહવે જામનગરમાં દોડશે ઇ-બસ - VIDEO

હવે જામનગરમાં દોડશે ઇ-બસ – VIDEO

જામનગર મહાનગર પાલિકા દ્વારા ઇ-બસ સેવાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જે માટે બસ રૂટ ઉપર ટ્રાયલ રન (ટેસ્ટ રાઇડ) હાથ ધરવામાં આવી છે. ઇ-બસને શહેરના વિવિધ માર્ગો ઉપર ચલાવી આ અંગે ટ્રાયલ કરી વિવિધ મુદાઓ અંગે ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

પર્યાવરણને અનુકુળ અને ઇંધણને બચત કરતી જાહેર પરીવહન વ્યવસ્થા અમલમાં મુકવા વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જામનગરને સરકાર દ્વારા 50 ઇ-બસો ફાળવવામાં આવી હતી. જે પૈકીની 25 ઇ-બસો માર્ચ મહિનામાં જ જામનગર પહોંચી ગઇ હતી. ત્યારે આ બસો હવે જામનગરના રાજમાર્ગો ઉપર દોડતી થશે જામનગર શહેરના 11 અલગ-અલગ રૂટ ઉપર દોડાવવાની યોજના છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઇ-બસના રૂટ ઉપર પણ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં આ બસોનું સંચાલન માટે હાપા માર્કેટીંગ યાર્ડ નજીક અત્યધુનિક સીટી બસ ડેપો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા તથા જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા પીએમ ઇ-બસ સેવા અંતર્ગત શહેરમાં ચાલનાર ઇલેકટ્રીક સીટી બસ સેવા ટુંક સમયમાં શહેરમાં ચાલતી જોવા મળશે. આ માટે તંત્ર દ્વારા તમામ બસ રૂટ ઉપર સેવાના સફળ અને સુવ્યવસ્થીત સંચાલન માટે ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ રન દરમિયાન બસોના રૂટ, સમય પત્રક, બસ સ્ટોપની સુવિધાઓ, ટ્રાફીકની સ્થિતી તેમજ સમગ્ર સીટી બસ નેટવર્કના અસરકારક સંચાલનનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular