Tuesday, September 27, 2022
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારીઓ પર પોલીસની ધોંસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારીઓ પર પોલીસની ધોંસ

 બે દિવસમાં 21 સ્થળોએ દરોડામાં 103 પત્તાપ્રેમીઓ ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે તથા સોમવારે જુદા જુદા વિસ્તારોમાં પોલીસે જુગાર અંગેની કડક હાથે કાર્યવાહી કરી, 21 સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાં છ મહિલાઓ સહિત 103 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડાઓમાં ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના હાપીવાડી- હર્ષદપુર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મેરુ સીદા બોરખતરીયા, ખેરાજ દેવા મકવાણા, રમેશ ભાયા વરુ, ભીમશી કરણા ભાટીયા, પરબત ધરણાત વરુ, કિશન ડાડુ ચાવડા, અરજણ કરણા ભાટિયા અને પંકજ દિનેશભાઈ નામના આઠ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 32,750 રોકડા રૂપિયા 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 6.10 લાખની બે મોટરકાર મળી કુલ રૂ. 657,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અન્ય એક દરોડામાં ખંભાળિયા પોલીસે આંબરડી ગામેથી ભરત માલદે વસરા, પ્રવીણ રામજી જોશી, વજશી કરશન ભોચીયા, વિપુલભારથી રામભારથી ગોસ્વામી અને બાબુ ત્રીકમ પાઠક નામના પાંચ શખ્સોને રૂપિયા 34,900 રોકડા તથા રૂપિયા 25,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 60,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન કાના ભીખા પુરોહિત નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાનામાંઢા ગામેથી અલારખા ઓસમાણ સંધી, લતીબ નાથા સુમરા અને જુમા ઉમર સંધિ નામના ત્રણ શખ્સો રૂપિયા 18,200 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જ્યારે તાલુકાના ભારા બેરાજા ગામે જુગાર દરોડા દરમિયાન હરદાન સમા ઉર્ફે બાલા રૂડાચ, સાજણ સામળા મસુરા અને લાખા ઘેલા જામ નામના ત્રણ શખ્સો રૂપિયા 22,450 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. આ દરોડા દરમિયાન રાહુલ ધારાણી અને સાગર ગઢવી નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જુગાર રમતા ભગવાનજી મોહન પિત્રોડા, રાજ ભીખુ રાઠોડ, ભદ્રેશ નરોતમ પિત્રોડા, રવજી રમેશ રાઠોડ, બટુક તેજા સવાણી અને મહેબૂબ અલી તુર્ક નામના છ શખ્સો રૂપિયા 10,120 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

- Advertisement -

મીઠાપુર તાબેના ભીમરાણા વિસ્તારમાંથી ધીરજસિંગ રામ દયાલ, હરીશ ફકીરા ખારવા, મંગા સના, કિશન આશા અને દેશા દેરાજ નામના પાંચ શખ્સો રૂપિયા 6,050 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાંથી રણછોડ ભીખા ચૌહાણ, દિપક કાનજી સોલંકી, નરેન્દ્રભા દેવુભા અને ૩ મહિલા ને પોલીસે રૂ. 17,970 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

દ્વારકામાં જુગાર રમી રહેલા રણમલ કરશન, જેઠા મુરાભાઈ, મયુર આલાભાઈ, પાલા વીરાભાઈ અને જગા મુરુભાઈ નામના પાંચ શખ્સોને રૂપિયા 18,070 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ભાણવડના ચાંદવડ ગામેથી મયુર હમીર ભોચીયા, ચેતન અરજણ ડેર, હરદાસ નાથા કરમુર, રવિ મારખી કરમુર, ભરત રમેશ અને દીપેશ અરશી નામના છ શખ્સો રૂ. 10,370 ના મુદ્દામાલ સાથે જ્યારે ગુંદલા ગામેથી ભીખા ગોવા સોલંકી, પુનિત જેઠાભાઈ પરબત હરદાસભાઈ, મોહમ્મદ સેફ ઉલ્લા અને જેઠા હરદાસ નામના પાંચ શખ્સોને રૂપિયા 10,230 ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણવડના ગાયત્રીનગર વિસ્તારમાંથી મજીદ હાજી ઘાવડા અને ૨ મહિલાને પોલીસે રૂપિયા 2,020 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડમાં પાણીના ટાકા પાસે જુગાર રમી રહેલા ઈકબાલ શાહ કાસમ શાહ, હારુન મામદ સમા, સુલેમાન કાસમ ઘુઘા, અલી હાસમ ઘુઘા અને મામદ મુસા સમા નામના પાંચ શખ્સો રૂ. 10,310 ના મુદ્દે માલ સાથે ઝડપાઈ ગયા હતા.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામેથી હમીર જેઠા રાવલીયા, દેવાત કારૂ ચેતરીયા અને લગધીર રામા ચાવડા નામના ત્રણ શખ્સો રૂપિયા 3,640 ના મુદ્દામાલ સાથે જ્યારે માલેતા ગામેથી રામદે મુળુ અને રવિરાજસિંહ અજીતસિંહ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકે-બેકીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી અરજણ જેઠા ગાધેર, દિપક અરજન ચાવડા, આલા કરસન અને બસીર ઓસમાણને રૂપિયા 15,570 ના મુદ્દામાલ સાથે જ્યારે આજ ગામેથી રામશી દેશુર ચાવડા, દેવા હદુ ચાવડા, વેજાણંદ રામ અને મહેશ મેઘજીને રૂ. 12,320 ના મુદ્દા માલ સાથે, જ્યારે રમેશચંદ્ર વ્રજલાલ સચદેવ, મેરુ રણમલ, રામ સામત, કલ્પેશ પ્રફુલચંદ્ર સચદેવ અને રામ આલા આંબલીયાને જુગારના અખાડામાં મોજ માણતા રૂપિયા 35,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામેથી હાજા ભૂટા ગોજિયા, જેસા ગોપાલ કારીયા, રમેશ ગોપાલ કારીયા, ગાંગા અરશી અને કમા વાલા માતંગને રૂપિયા 17,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામેથી સલાયા મરીન પોલીસે ધર્મેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા, મંગળસિંહ બાલુભા, રાજેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલ, ધનવંતસિંહ ઉદેસિંહ, નટવરસિંહ નાનભા જાડેજા અને પ્રવિણસિંહ મનુભા જાડેજાને ઝડપી લઇ, કુલ રૂપિયા 64,980 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દ્વારકાના આવળ પરા વિસ્તારમાં પોલીસે જુગાર દરોડામાં દેવુ ટીડા પઠાણ, રાયસીંગ ગોવિંદ, રાહુલ નટુભાઈ અને રવિ વેલજીભાઈને રૂ. 12,030/- ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

ભાણવડમાં સતવારા સમાજની દીવાલની બાજુમાં બેસી અને જુગાર રમી રહેલા પ્રવીણ હરિભાઈ શ્રીમાળી, સંજય કેશુભાઈ ચૌહાણ, લાલજી ભીખાભાઈ, મૂળજી સીદાભાઈ, જયંતી દિનેશભાઈ અને ચના તેજા સોલંકી રૂ. 10,250 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે ધારાગર વિસ્તારમાંથી મેઘા આલાભાઈ સિંગરખીયા, દિનેશ સોમાભાઈ, સંજય અમુભાઈ, દશરથ મેઘજીભાઈ, નરેશ અમુભાઈ અને લાલજી કેસા મકવાણા નામના છ શખ્સો રૂપિયા 10,550 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular