Monday, February 10, 2025
Homeરાજ્યજામનગરફરિયાદ પાછી ખેંચી લેવા યુવાન ઉપર હુમલો કરી ધમકી

ફરિયાદ પાછી ખેંચી લેવા યુવાન ઉપર હુમલો કરી ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં બ્રુક બોન્ડ ગામ નજીક નવી કોર્ટ પાસેથી પસાર થતાં યુવાન ઉપર ગાળો બોલવાની ના પાડવાની બાબતે ગાંધીનગરના શખ્સે લાકડાના ધોકા કટકા વડે હુમલો કરી મારા વિરુધ્ધ તારાભાઇએ કરેલો કેસ પાછો ખેંચી લેજે નહીં પતાવી દઇશ. એવી ધમકી આપી હતી.

- Advertisement -

હુમલના બનાવની વિગત મુજબ જામનગરના રામેશ્વરનગર નંદનપાર્કમાં રહેતા રવિરાજસિંહ ખુમાનસિંહ જેઠવા નામનો યુવાન બુધવારે રાત્રીના સમયે બ્રુકબોન્ડ નવી કોર્ટ પાસેથી રેલવે સ્ટેશન ઉજ્જૈન જવા માટે ટિકિટ માટે પૂછપરછ કરવા જતો હતો તે દરમિયાન ગાંધીનગરમાં રહેતો દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ વાળા નામના શખ્સે આવીને રવિરાજસિંહને સિગારેટ પીતા-પીતા જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. પરંતુ રવિરાજસિંહે ગાળો કાઢવાની ના પાડતાં દિવ્યરાજે લાકડાના કડકા વડે હુમલો કરી તારા નાનાભાઇ વિજયસિંહે મારા વિરુધ્ધ કોર્ટમાં કેસ કર્ો છે. તે પાછો ખેંચી લેજો અને મારી સાથે સમાધાન કરી લો નહીં તો બંને ભાઇઓને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જાણ કરાતાં પીએસઆઇ ઝેડ.એમ. મલેક તથા સ્ટાફે ગુનો નોંધી આગળી તપાસ આંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular