જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાને સરદારનગર વિસ્તારમાં આવેલ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ જામનગરના શંકર ટેકરીના નહેરૂનગરની શેરી નંબર 9(ડી)માં રહેતાં દિનેશભાઇ જયંતીભાઇ સોમેશ્વરા નામના 35 વર્ષના યુવાને ગત્ તા. 4 જુલાઇના રોજ બપોરના સમયે જામનગરના સરદારનગર, શેરી નંબર 9, ક્રિષ્ના સ્ટુડિયોમાં છતના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના પિતા જયંતીભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ના એએસઆઇ ટી. કે. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.