ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની વાર્ષિક એવોર્ડ વિતરણ સમારોહમાં જામનગરની મિસ ફેલસીના મિરાંડાને “વર્ષની શ્રેષ્ઠ મહિલા કોચ” તરીકે સન્માન આપવામાં આવ્યું છે.
ફેલસીના મિરાંડા એશિયન ફૂટબોલ કન્ડફેડરેશન (AFC) દ્વારા માન્ય ‘ઇ’ ડિપ્લોમા ધરાવતી ગુજરાતની સૌથી યુવાન કોચ છે. તેઓ હાલમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમોને ટ્રેનિંગ આપે છે.
જામનગર શહેરમાંથી એવોર્ડ પ્રાપ્ત કરનાર ફેલસીના એકમાત્ર વ્યકિત છે. તેઓ જામનગર સ્થિત ફ્રેડરિક ફૂટબોલ અકાડેમીની સહ-સ્થાપક અને મુખ્ય કોચ તરીકે પણ કાર્યરત છે.