ચોમાસાની ઋતુ બરાબર જામી છે ત્યારે ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કયાંક-ક્યાંક જનજીવન ખોરવાયા છે તો કયાંક ચાલુ વરસાદે લોકો પોતાના રૂટિનમાં ગોઠવાઈ રહ્યા છે ત્યારે આ ઋતુમાં સૌથી વધુ કાળજી રાખવી પડે છે. આપણી ત્વચાની આ ઋતુમાં જો અમુક સાવચેતી રાખવામાં ન આવે તો સ્કીન ઈન્ફેકશન થઈ શકે છે.
ચોમાસામાં વરસાદના દિવસોમાં લોકો અનેક રોગના ભોગી બનતા હોય છે ત્યારે સૌથી વધુ આ સમયમાં ત્વચાની સમસ્યાઓ સર્જાય છે ત્વચા રોગો એટલે કે એલર્જી અને ચેપને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને પાછળથી ડાઘ પર રહી જાય છે પરંતુ, જો સમયસર કેટલીક ભુલો ટાળવામાં આવે તો આ રોગ પણ ટાળી શકાય છે. તો ચાલો જાણીએ કે આપણી કઇ ભુલોને સુધારવાની જરૂર છે..??
વરસાદની ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાતા હોય છે ત્યારે કેટલીક વખત આપણા જુતા અને મોજા પણ ભીના થતા હોય છે ત્યારે આ ઋતુમાં ભીના જુતા પહેરવાથી ફંગલ ઈન્ફેકશન થઈ શકે છે. આવી સ્થિતિમાં હંમેશા મોજા અને જુતા સુકવ્યા પછી પહેરવા જોઇએ.
આ દિવસોમાં લોકો ઘણી વખત ભીના કપડા પહેરી રાખે છે. જેના કારણે ચેપનું જોખમ વધી શકે છે પરંત, ભેજ ત્વચાની એલજીનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ કયારેય ભીના કપડા પહેરવા જોઇએ નહીં.
વરસાદની ઋતુમાં વધારે પલળવું જોઇએ નહીં કારણ કે, ખુલ્લા પગે ત્વચાની એલર્જી થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ભીના થઈ રહ્યા છો તો તમારા શરીરને સામાન્ય પાણીથી સાફ પણ કરો.
આ દિવસોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે ત્યારે સીન્થેટીક કપડા પહેરવાનું ટાળવું જોઇએ. તેનાથી શરીરમાં ફોલ્લીઓ અને ખંજવાળ થઈ શકે છે.
ખાસ કરીને આ દિવસોમાં સ્વચ્છતાનું ખુબ ધ્યાન રાખવું જોઇએ દરરોજ સ્નાન કરવું, પરસેવો થાય ત્યારે કપડા બદલવા, સ્કીન એલર્જીના કારણે બેકટેરીયા વધી શકે છે.
આ ઋતુમાં ખોરાક પર ધ્યાન આપવું પણ ખૂબ જરૂરી છે. આ ઋતુમાં બહારનો ખોરાક ટાળવો જોઇએ, વધુ પ્રવાહી પીવું જોઇએ અને પુષ્કળ પાણી પીતા રહેવું જોઇએ.
અતિશય ફીટ કપડા ન પહેરવા જોઇએ, શરીરના જુદા જુદા ભાગોને હવા ઓછી મળે તો બગલ, જાંધ, આંગળીઓ વચ્ચે ભેજ જમા થાય છે અને ફંગલ ઈન્ફેકશન થવાની શકયતાઓ રહે છે.
ચોમાસામાં બને ત્યાં સુધી બહાર ભરાયેલા ગંદા પાણીમાં જવાથી બચવું જોઇએ.
તીવ્ર ખંજવાળ આવે, લાલાશ કે બળતરા ફોલ્લી કે ચાંદા પડે, ચામડી ફાટે કે છોલાય ડંખ જેવી પીડા થાય કે ત્વચામાંથી દુર્ગંધ આવે તરત જ સ્કીનના ડોકટરને બતાવી સલાહ લેવી જોઇએ.
આમ, વરસાદી વાતાવરણ મનને મહેકાવે છે. પરંત, ભેજના કારણે શરીરને કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વરસાદમાં પલળવાનું મન દરેકને થાય છે પરંતુ વરસાદમાં ભીંજાયા બાદ સ્કીનને માવજત પણ જરૂરી છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)