જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ બેન્ક પાસે આવેલ માંડવી ટાવરનો ગેઇટ જર્જરિત હાલતમાં હોય તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસાની સીઝન ચાલી રહી હોય વરસાદમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તેથી સલામતીને ધ્યાને લઇ માંડવી ટાવર જર્જરીત હાલતમાં હોય તેને તોડી પાડવામાં આવ્યો હતો. આજે સવારથી જ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખા દ્વારા આ જર્જરીત માંડવી ટાવરના ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.