જામનગરની જી.જી. હોસ્પિટલનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇ આજરોજ ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓએ સમીક્ષા અને નિરીક્ષણ કર્યુ હતું અને ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલ હાલાર સહિતના દર્દીઓ માટે આર્શિવાદરૂપ છે આ જી.જી. હોસ્પિટલનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. જુના બિલ્ડીંગના બદલે આધુનિક સુવિધા સાથેનું નવું બિલ્ડીંગ સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આજરોજ જી.જી. હોસ્પિટલના વિવિધ વિકાસ કાર્યોની ધારાસભ્ય, મેયર સહિતના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા દ્વારા જી.જી. હોસ્પિટલના ચાલતા નવનિર્માણ કાર્યનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ તકે જી.જી. હોસ્પિટલના અધિક્ષક ડો. વિજય પોપટ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહી માહિતી આપી હતી. પદાધિકારીઓએ જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગની કામગીરીમાં વિવિધ સ્થળોએ સમીક્ષા કરી હતી.


