Wednesday, July 9, 2025
HomeવિડિઓViral Videoદ્રશ્યો જોઇ લોકો મૂંઝાયા : આ મેટ્રો છે કે મામાનું ઘર...???

દ્રશ્યો જોઇ લોકો મૂંઝાયા : આ મેટ્રો છે કે મામાનું ઘર…???

આજકાલ સોશિયલ મિડિયા પર મેટ્રો છવાયેલી છે. દિલ્હી મેટ્રોને લગતા કેટલાય વિચિત્ર ફોટા, વિડિયો વાયરલ થતા હોય છે. જેમાં તાજેતરમાં એક વ્યક્તિનો મેટ્રો ટ્રેનમાં આરામ ફરમાવતો ફોટો જોવા મળ્યો હતો. જે જોઇને લોકો માથું ખંજવાળવા લાગ્યા હતા કે, સાલુ આ મેટ્રો છે કે મામાનું ઘર…???

- Advertisement -

સોશિયલ મિડિયાના એક્સ પ્લેટફોર્મ પર @KamalHak નામના યુઝરે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં જોઇ શકાય છે કે, અકે વ્યક્તિ મેટ્રોના ફ્લોર પર આરામથી સૂઇ રહ્યો છે. દિલ્હી મેટ્રોને દરરોજ આવી ઘણી ફરિયાદો મળે છે. કોઇ મુસાફરીમાં ગીતો ગાય છે. તો કોઇ ઝઘડો કરી ગાઇ રહ્યા છે. રોજ સવાર પડતાં નવી નવી પોસ્ટ વાયરલ થતી જોવા મળે છે. ત્યારે આ દિવસોમાં આ પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે. જેને જોઇને યુઝર્સ ગુસ્સે થઇ રહ્યાં છે. ભીષણ ગરમીમાં મેટ્રોના એસીમાં સૂઇ જવું સામાન્ય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, ગમે ત્યાં મામાનું ઘર હોય એમ સૂઇ જવું. પોસ્ટ અંગે દાવો કરાયો છે કે, તે દિલ્હી મેટ્રોની બ્લ્યુ લાઇન પર શાલી અને નોઇડા ઇલેકટ્રોનિકસ સિટીઝન દ્વારકામાં સેક્ટર 21 વચ્ચે દોડતી ટ્રેનની છે. જેમાં કેટલાંય લોકો આ દ્રશ્યને જોઇને ગુસ્સો કરી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular