Thursday, July 10, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદિલ્હીમાં કયા વાહનો માટે ઈંધણ નહીં ? : કયા વાહનો કચરો બની...

દિલ્હીમાં કયા વાહનો માટે ઈંધણ નહીં ? : કયા વાહનો કચરો બની ગયા…?

દિલ્હીમાં EOL વ્હીકલ્સ એટલે કે, જુના વાહનો માટેનો પેટ્રોલ અને ડીઝલ આ નિયમના સરળ અમલીકરણ માટે CAO2M, ટ્રાન્સપોર્ટ વિભાગ, દિલ્હી મ્યુનિસીપલ કોર્પોરેશન અને દિલ્હી પોલીસ સહિત અન્ય અમલીકરણ એજન્સીઓની ટીમો દિલ્હીના પેટ્રોલ પંપ પર હાજર રહેશે.

- Advertisement -

આજે 1 જુલાઈ થી દિલ્હી સરકારી જૂના વાહનોના ઉપયોગને રોકવા માટે એક મોટી એકશન પ્લાન સાથે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્હી સરકાર પ્રદુષણ પર સૌથી મોટો હુમલો કરવા જઈ રહી છે. જે અંતર્ગત EOL વાહનો જેમની ઉમર નિર્ધારિત સમય કરતા વધુ થઈ ગઇ છે તેમને ઓળખીને જપ્ત કરવામાં આવશે. આજથી દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને ઈંધણ મળશે નહીં. જો પકાડશે તો રૂા.10,000 નું ચલણ પણ કાપવામાં આવશે અને ટુ વ્હીલર તેમની ઉપર પૂર્ણ કર્યા પછી જપ્ત કરવામાં આવશે. તો 5000 નો દંડ પણ ફટકારવામાં આવશે.

- Advertisement -

હવા ગુણવતા વ્યવસ્થાપન કમિશને સ્પષ્ટતા કરી હતી કે 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જુના પેટ્રોલ વાહનોને એન્ડ ઓફ લાઈફ વાહનોની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. જેના માટે પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગિનેશન સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેના આધારે જુના વાહનોની ઓળખ કરવામાં આવશે. આમ, આ સિસ્ટમ દ્વારા જુનુ વાહન ઓળખવામાં આવશે અને તે પેટ્રોલ પંપ પર જાહેરાત કરવામાં આવશે અને વાહન જપ્ત કરવામાં આવશે. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાહન માલિકોને એક તક આપવામાં આવશે. તેઓ દંડ ભરીને પોતાનું વાહન લઇ શકે છે. પરંતુ, જો તેઓ સમયસર નિયમનું પાલન નહીં કરે તો આખરે વાહન જપ્ત કરવામાં આવશે.

આ ઉપરાંત પેટ્રોલપંપને પણ જૂના વાહનોને પેટ્રોલ ન આપવા જણાવાયું છે. આ નિયમ પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે છે. જ્યારે સીએનજી વાહનોને બાકાત રખાયા છે. અહીં જો પંપના સંચાલકો પણ બેદરકારી દાખવે છે તો કડક કાર્યવાહી યોજના તૈયાર કરવામાં આવી છે. દિલ્હી આ નિયમનું પાલન કરવા તેમજ કોઇપણ વિવાદનો સામનો કરવા દિલ્હી ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર પોલીસની ટીમો તૈયાર કરાઇ છે. આ નિયમ હાલ તો માત્ર દિલ્હીમાં જ લાગુ કરવામાં આવ્યો છે. જેના દ્વારા સરકાર દિલ્હીમાં જૂના ખૂબ પ્રદુષિત વાહનોને દુર કરી પ્રદૂષણ ઘટાડવા માગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular