રોગપ્રતિકારક શક્તિ એ આપણા શરીરની એ શક્તિ છે, જે બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ અથવા અન્ય સુક્ષ્મજીવોથી થતાં રોગો અથવા ચેપનો પ્રતિકાર કરે છે. તંદુરસ્તી માટે રોગપ્રતિકારક શક્તિ સૌથી અનિવાર્ય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ કોઇપણ પ્રકારની માંદગી કે ઇન્ફેક્શન સામે લડત આપવામાં અવરોધરૂપ બની શકે છે. પણ જો તમારો ખોરાક સંતુલિત હોય તો તેનો લાભ તમારા શરીરને મળે છે.

રોગપ્રતિકારક શક્તિ સારી હોવાનો મતલબ એ નથી કે તમે ક્યારેય માંદા ન પડો; પરંતુ તમે માંદા પડો કોઇ ઇન્ફેકશન થાય તો તમારૂં શરીર તેની સામે વધારે લડત આપી શકે. ઝડપી રિકવરી રહે ત્યારે રોગપ્રતિકારક શક્તિને સારી બનાવવા શું શું કરવું જોઇએ, ચાલો જાણીએ…
- ગ્રીન ટી અને બ્લેક ટી :- ગ્રીન ટી અને બ્લેક ટી બન્ને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે. પરંતુ દિવસમાં માત્ર એકથી બે કપ જ પીવા જોઇએ. વધારે પડતું સેવન કરવાથી નુકસાન થઇ શકે છે.
- ખાટાં ફળો :- ખાટાં ફળોમાં વિટામિન ‘સી’નું પ્રમાણ ઊંચું હોય છે. નારંગી, મોસંબી, દ્રાક્ષ, આમળા, લીંબુ, કિવી જેવા ફળોમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ‘સી’ મળી રહે છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વિપુલ માત્રામાં આર્યન રહેલું છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરને વિવિધ ચેપીરોગો સામે લડવાની શક્તિ આપે છે. પાલકનો ઉપયોગ સલાડ, શાક, સુપ, મુઠિયા કે પરોઠામાં કરી શકાય છે.
- લસણ :- લસણમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા હોય છે. આ માટે સલ્ફર સંયોજનોની હાજરી જવાબદાર છે. ઉપરાંત તમારા ભોજનમાં લસણ ઉમેરવાથી તે સ્વાદિષ્ટ પણ બને છે. કાચા લસણનું સેવન પણ ઉપયોગી છે.
- બ્રોકલી :– બ્રોકલી એ સૌથી આરોગ્યપ્રદ શાકભાજી છે. તે વિટામિન ‘એ’, ‘સી’ અને ‘ઇ’થી ભરપૂર છે. તેમાં ઘણાં એન્ટીઓક્સિડન્ટ છે. જે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે.
આ સિવાય પણ તમારી રોજિંદી આદતોમાં ફેરફાર કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેમ કે, દરરોજ પૂરતી ઉંઘ લેવી, દરરોજ વ્યાયામ કરવું, વજન સંતુલિત રાખવું, રાંધતા પહેલાં શાકભાજી ધોવા, તાજા ફળનું જ્યુસ પીવું, નરણાં કોઠે પાણી પીવું, આલ્કોહોલથી દૂર રહેવું, મોસમી ફળો તથા શાકભાજી લેવા વગેરે. આમ, રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય ફેરફાર જરૂરી છે.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત તબીબ અથવા ફેમેલી ડોકટરની સલાહ લો.)