ભારત એ વિવિધતા ધરાવતો દેશ છે. જ્યાં જુદી જુદી કેટલીયે ખાસિયતો ધરાવતાં લોકો વસે છે. તો કયાંક કયાંક જુગાડ પણ જોવા મળે છે. ગૂગલ પર ભારતનું સૌથી મજબૂત ગામ સર્ચ કરશો તો તમને અસોલા-ફતેહપુર બેરી દેખાશે. તો ચાલો આજે આપણે જાણીએ ભારતના આ સૌથી મજબૂત ગામ વિશે.

દિલ્હીની ધમધમતી શેરીઓની બહાર અસોલા અને ફતેહપુર બેરીના જોડિયા ગામો આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં બાઉન્સર્સની સંખ્યા છે. માટે તેને ભારતનું સૌથી મજબૂત ગામ નામ આપવામાં આવ્યું છે. ભારતની ઓલિમ્પિક કુસ્તી ટીમમાં સ્થાન ગૂમાવ્યા બાદ સ્થાનિક કુસ્તીબાજ વિજય તંવરે બાઉન્સર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે પરિવર્તન શરૂ થયું. તેમની સફળતાને આ ગામના સ્થાનિક લોકોએ પ્રેરણા આપી. એવો અંદાજ છે કે, દિલ્હીના મોટાભાગના બાઉન્સરો અસોલા-ફતેહપુર બેરીથી આવે છે. અહીંથી 300 થી વધારે યુવાનો નવી દિલ્હીમાં કલબ તથા બારમાં બાઉન્સર તરીકે કાર્ય કરે છે.
આ ગામના યુવાન સ્થાનિક અખાડા પરંપરાગત કુસ્તી મેદાન ખાતે સખત તાલીમ સત્રોમાં હાજરી આપે છે. જ્યાં તેઓ દરરોજ પુશઅપ્સ, સિટીઅપ્સ અને કુસ્તી કવાયત કરે છે. દિલ્હીના વધતાં જતાં નાઇટલાઇફ કલ્ચરને ઘ્યાને લઇ સુરક્ષા કર્મચારીઓની માંગ વધી રહી છે. ત્યારે અસોલા-ફતેહપુર બેરી એક ઉદાહરણ તરીકે સ્થાન પામ્યું છે.