Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયકર્ણાટક કોનું ?: આજે EVMમાં કેદ થઇ જશે ચૂકાદો

કર્ણાટક કોનું ?: આજે EVMમાં કેદ થઇ જશે ચૂકાદો

- Advertisement -

કર્ણાટકમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂકયું છે. વિધાનસભાની 224 સીટો પર મતદાન શરુ થયુ છે. બુધવારે ભાજપ, કોંગ્રેસ અને જેડી વચ્ચે 224 બેઠકો માટે ત્રિકોણીય જંગ શરુ થયો છે. આ ચૂંટણી 2024નું ચૂંટણી બ્યૂગલ ફૂંકશે. આ વિધાનસભાની ચૂંટણીને લઈને બે લાખથી પણ વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન કર્મીઓની ટીમ પણ પહોંચી ચૂકી છે. ત્રણ લેયરની સુરક્ષા સાથે મતદાન કેન્દ્રો પર બે લાખથી પણ વધુ

- Advertisement -

સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 31 જિલ્લાઓમાં લગભગ 5.3 કરોડ મતદારો નોંધાયા છે. જેમાંથી 11.7 લાખ યુવા મતદારનો સમાવેશ થયા છે. બુધવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયુ હતુ અને તે સાંજે 6 વાગ્યા યોજાશે. 58545 મતદાન કેન્દ્રો પર 2613 ઉમેદવારોમાંથી મતદારો પોતાની પસંદગીના ઉમેદવારનો પસંદ કરશે. આજે મતદાનમાં ભારે ઉત્સાહ જોવાયો હતો. સીએમ બોમ્માઇ, યેદીપુરમ્મ, નિર્મલા સીતારામન, ડીકેશિવ કુમારે સવારે જ મતદાન કરી વિજયનો દાવો કર્યો હતો. સાંજે એકઝીટ પોલ પ્રસારિત થશે.

નરેન્દ્રભાઇ મોદીની જુગલબંદી પર સવાર થઈને દક્ષિણના રાજ્યને જાળવી રાખવા માટે સક્ષમ હોવાના 38 વર્ષના મિથકને તોડવાનો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી લગામ કબજે કરવા પ્રયાસ કરી રહી છે. આવતા વર્ષના મુખ્ય વિપક્ષી ખેલાડી તરીકે પોતાને સ્થાન આપવા માટે લોકસભા ચૂંટણી માટે પણ જરૂરી ગતિવિધીઓ શરૂ કરી છે. ભૂતપૂર્વ પીએમ એચડી દેવગૌડાની આગેવાની હેઠળ જેડી છેલ્લી વાર (37) કરતા વધુ બેઠકોની જીતવાની આશા રાખે છે અને ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં કિંગમેકર બનવાની આશા છે.

- Advertisement -

આ ચૂંટણીમાં નવનિર્મિત ઈવીએમનો મતદાન કેન્દ્રો પર ઉપયોગ કરવામાં આવશે. તો 2018થી વિપરિત જ્યારે ગઠબંધનો અને સરકારોમાં મંથન થયુ હતું ત્યારે સ્થિરતા અને પૂર્ણ બહુમતીવાળી સરકારને ચૂંટવા માટે આહવાન થયું હતું. અભિયાન દરમિયાન તમામ પક્ષોનો મનગમતો નારો હતો. ભાજપે તમામ 224 સીટો પર અને કોંગ્રેસે 223 સીટો પર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. મેલુકોટ બેઠક કર્ણાટકના સર્વોદય પાર્ટીના દર્શન પુટુનૈયા માટે છોડી દેવામાં આવી છે. જેડી 207, અરવિંદ કેજરીવાલની આપ 209 અને મયાવતીની બસપા 133 સીટો પર ચૂંટણી લડી રહી છે.
તો સીએમ બસવરાજ બોમ્મઈ (શિગગાવ), કોંગ્રેસના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા (વરુણ) અને જેડીના એચડી કુમારસ્વામી (ચન્નાપટના) અને રાજ્યના કોંગ્રેસ પ્રેસિડન્ટ ડીકે શિવકુમાર (કનકપુરા) આ ચૂંટણીમાં મોટા નામોમાં સામેલ છે. હુબલી-ધારવાડ સેન્ટ્રલ કે જ્યાં પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર ઉમેદવાર છે. અથાનીથી પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી ચૂંટણી લડી રહ્યાં છે અને અહીં પ્રતિષ્ઠાની લડાઈ જોવા મળી રહી છે. ટિકિટ ન મળતા ભાજપ છોડ્યા બાદ બંને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

2018ની ચૂંટણીમાં ભાજપે 104 સીટ જીતી હતી અને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. એ પછી કોંગ્રેસે 80 અને જેડીએ 37 બેઠકો જીતી હતી. તો બસપા અને કર્ણાટક પ્રજ્ઞાવંતા જનતા પાર્ટીએ એક-એક બેઠક જીતી હતી. જે દિશામાં તેમના અભિયાનનો છેલ્લો પડાવ ગયો, ખાસ કરીને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના કોંગ્રેસના મેનીફેસ્ટોના વિવાદ બાદ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ હનુમાનને પ્રંસન્ન કરવા વિશે પણ હતો. ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ મંદિર તરફ દોડી ગયા હતા અને હનુમાન ચાલીસાના મંત્રોચ્ચાર કર્યા હતા અને આશીર્વાદ મેળવવા માટે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કર્યું હતું.

- Advertisement -

હાવેરી જિલ્લાના શિગગાંવમાં પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરતા પહેલાં સીએમ બસવરાજ બોમ્મઈ હુબલીના અંજનેય મંદિરમાં ગયા હતા. કેન્દ્રીય મંત્રી અને ભાજપની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શોભા કરંદલાજે મંત્રી કે ગોપાલૈયાની સાથે બેંગાલુરુના મહાલક્ષ્મી લેઆઉટના પ્રસન્ના અંજનેય મંદિરમાં પહોંચ્યા હતા. તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે બેંગાલુરુમાં મૈસૂર બેંક સર્કલ ખાતે અંજનેય સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેઓએ અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બાદમાં મૈસૂરમાં ચામુંડેશ્વરી મંદિરની મુલાકાતે ગયા હતા. શિવકુમારે કહ્યું હતું કે, ભગવાન અંજનેય (હનુમાન) સેવાનું પ્રતિક છે અને મેં તેમને પ્રાર્થના કરી છે કે અમને તેમની જેમ લોકોની સેવા કરવાની તક આપે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular