જામનગરમાં બેંક ઓફ બરોડા દ્વારા મતદાર જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બેંકની રસીદમાં સ્ટેમ્પ લગાવી મતદાન અવશ્ય કરોની અપીલ કરવામાં આવી રહી છે.
લોકસભા 2024 ની ચૂંટણી આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અનેકવિધ મતદાન જાગૃત્તિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરની બેંક ઓફ બરોડા પણ આ મતદાર જાગૃત્તિ અભિયાનમાં જોડાઈ છે. જામનગર સહિત ત્રણ જિલ્લામાં બેંક ઓફ બરોડા દ્વારા મતદાર જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડામાં આવતા ગ્રાહકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ બેંકની રસીદમાં પણ સ્ટેમ્પ લગાડી અવશ્ય મતદાન કરોની અપીલ કરવામાં આવી રહી છે બેંક ઓફ બરોડામાં મોટાભાગના ખેડૂતો ગ્રાહક હોય ખેડૂતોને પણ મતદાન અવશ્ય કરી તે માટે બેંક દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જામનગર, દ્વારકા અને પોરબંદરની તમામ બ્રાંચમાં લોકો પોતાના અમુલ્ય મતનું મૂલ્ય સમયે તે માટે મતદાન જાગૃત્ત અભિયાન ચલાવાઈ રહયું છે.