Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા

દ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા

- Advertisement -

લોકસભા ચૂંટણીને ધ્યાને લઇને દેવભમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જિલ્લાના ત્રણ બુટલેગરોને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. આરોપીઓને ઝડપી લઇ લાજપોર (સુરત), સાબરમતિ જેલ, વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સમાજમાં દૂષણ ફેલાવી, કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાણવડના પીએસઆઈ એમ.આર. સવસેટા તથા મીઠાપુરના પી.એસ.આઈ. નિકુંજ એચ. જોશી દ્વારા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને દ્વારકા તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરી તથા સંગ્રહ કરીને ગેરકાયદેસર રીતે વેચાણ કરવાની પ્રવૃત્તિ કરી રહેતા ઓઘડ લાખા મોરી નામના શખ્સ તેમજ ભાણવડ તાબેના કલ્યાણપુર વિસ્તારના કમલેશ જેતા ભારવાડીયા અને ઓખા મંડળના આરંભડા વિસ્તારના મહેકભા મુળુભા કેર સામે નોંધાયેલા ગુનાઓ સંદર્ભે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સમક્ષ ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના અનુલક્ષીને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેમજ તકેદારીના ભાગરૂપે પાસાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

જે મંજૂર કરાતા આ તમામ શખ્સો સામે પોલીસે અટકાયતી વોરંટ ઇસ્યુ કરી, એલસીબીના પીએસઆઈ ભાર્ગવ દેવમુરારી તથા આકાશ બારસીયાની ટીમ દ્વારા ઉપરોક્ત આરોપીઓને ઝડપી લઇ, આરોપી ઓઘડ મોરીને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે, આરોપી કમલેશ ભારવાડીયાને સાબરમતી જેલ (અમદાવાદ) ખાતે તેમજ મહેકભા કેરને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ કે.કે.ગોહિલ, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મીઠાપુરના પી.એસ.આઈ. એન.એચ. જોશી, વિપુલભાઈ ડાંગર, અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ગોવિંદભાઈ કરમુર, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular