Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારભાણવડના વેરાડ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ભાણવડના વેરાડ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

- Advertisement -

ભાણવડના વેરાડ ગામેથી સ્થાનિક પોલીસે ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઈ રૂા.11260 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડના પીએસઆઈ એમ.આર. સવસેટા તેમજ એન.એન. વાળાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના વેરાડ ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલી ઝાડીમાં બેસીને ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા નિર્મલસિંહ બચુભા જાડેજા, રામદેવસિંહ નટુભા જેઠવા, હરદેવસિંહ નટુભા જાડેજા અને કિશોરસિંહ નટુભા જાડેજા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 11,260 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular