નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઇનરી ખાતે નિર્ધારિત સમય મુજબ વર્ષ 2026નું ટર્નઅરાઉન્ડ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ભારતની એક જ સ્થળ પર આવેલી બીજા ક્રમની સૌથી મોટી રિફાઇનરીમાં મહત્વપૂર્ણ મેઇન્ટેનન્સ, અપગ્રેડ્સ અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશ્વભરમાં વણસેલી ભૂરાજકીય પરિસ્થિતિમાં કંપનીએ આ ટર્નઅરાઉન્ડ કામગીરી પૂરી કરી હતી જે સતત પુરવઠો ખોરવાયા વિના આટલી મોટી સ્તરની કામગીરી કરવાની કંપનીની ઓપરેશનલ ક્ષમતા અને કાર્યક્ષમતા દર્શાવે છે.
ભારતમાં અને ભારત માટે કામ કરી રહેલી નયારા એનર્જી દેશની ઊર્જા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. કંપની ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં લગભગ 8 ટકા અને તેના રિટેલ ફ્યુઅલ નેટવર્કમાં આશરે 7 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પણ તેની હાજરી વધારી રહી છે. કંપનીની આ ક્ષમતાના કેન્દ્રમાં છે વાડીનાર રિફાઇનરી, જે સ્થાનિક સ્તરે વધી રહેલી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે કંપનીની ક્ષમતાને મજબૂત બનાવે છે. આટલી મોટી અને જટિલ કામગીરીને જોતાં વિશ્વસનીયતા, સુરક્ષા અને લાંબા ગાળા સુધી કામગીરી ચાલુ રહે તે માટે રિફાઇનરીમાં સમયાંતરે આયોજનબદ્ધ રીતે જાળવણી અને નિરીક્ષણની કામગીરી જરૂરી બની જાય છે. દેશમાં ઊર્જા સતત ઉપલબ્ધ રહે તે માટે આ કામગીરી ખૂબ જ આવશ્યક છે.
વર્ષ 2026નું ટર્નઅરાઉન્ડ આ જ ઓપરેશનલ શિસ્ત દર્શાવે છે. આ કામગીરી ઓપરેશન્સ, મેઇન્ટેનન્સ, સેફ્ટી, પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક્સ અને વર્કફોર્સ મેનેજમેન્ટ જેવા વિવિધ વિભાગોમાં આયોજનપૂર્વકના સંકલિત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ટર્નઅરાઉન્ડમાં 34,000થી વધુ લોકો જોડાયા હતા અને તેમાં 180 ક્રેઇન્સ સહિત લગભગ 480 હેવી ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંકડા કામગીરીનો વિશાળ વ્યાપ અને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા પર કંપની સતત ધ્યાન આપી રહી હોવાનું દર્શાવે છે.
નિયમિત થતી મેઇન્ટેનન્સ કામગીરી ઉપરાંત આ ટર્નઅરાઉન્ડનો ઉદ્દેશ્ય કંપનીની રિફાઇનરી ક્ષમતા મજબૂત બનાવવાનો અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો પણ હતો. આ સમયગાળા દરમિયાન નયારા એનર્જીએ પ્રોડક્ટ ક્વોલિટી સુધારવા અને પ્રોસેસની કાર્યક્ષમતા વધુ સારી બનાવવા માટે અનેક મૂલ્યવર્ધિત પહેલ પણ આદરી હતી. આ ટર્નઅરાઉન્ડના લીધે ભવિષ્યમાં આયોજનપૂર્વકના મેઇન્ટેનન્સ શટડાઉન વચ્ચે વધુ લાંબા સમય સુધી સતત કામગીરી ચાલુ રહેશે તેવી અપેક્ષા છે. આ સાથે વિવિધ યુનિટ્સમાં ઊર્જા બચાવવા માટેના વિવિધ પગલાં પણ લેવાયા હતા જેથી ઊર્જાના વપરાશને અસરકારક બનાવી શકાય અને રિફાઇનરીના ઉત્સર્જનમાં ધીરેધીરે ઘટાડો કરી શકાય.
ટર્નઅરાઉન્ડ કામગીરીની વ્યાપકતાને જોતા આ સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી હતી. નયારા એનર્જીએ શિસ્તબદ્ધ અને પદ્ધતિસરનો અભિગમ અપનાવ્યો હતો જેમાં જે-તે કામગીરી સંબંધિત ફરજિયાત તાલીમ, ડ્રોન સંચાલિત સેફ્ટી કમ્યૂનિકેશન અને નિર્ધારિત પ્રોટોકોલ્સના કડક પાલન સમાવિષ્ટ હતું.
આટલી વ્યાપક કામગીરી ઓન-ગ્રાઉન્ડ સિસ્ટમ્સ અને ટેક્નોલોજી સંચાલિત સહયોગ દ્વારા શક્ય બની હતી, જેમાં 35,000થી વધુ કર્મચારીઓ માટે એઆઈ સંચાલિત ક્રાઉડ મૂવમેન્ટ મેનેજમેન્ટ, કામના સ્થળે લગભગ 4.5 લાખ ભોજનની વ્યવસ્થા અને પડકારજનક પરિસ્થિતિમાં કામ કરી રહેલી ટીમને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થાઓ સામેલ હતી.
વિશાળ અને સઘન કહી શકાય તેવી કામગીરી છતાં નયારા એનર્જીએ દેશભરમાં તેની અવિરત કામગીરી જાળવી રાખી હતી. તેના રિટેલ આઉટલેટ્સ રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા અને ગ્રાહકોને મળતા પુરવઠામાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો. સુવ્યવસ્થિત લોજિસ્ટિક્સ, કામગીરી સતત ચાલુ રહે તે માટેના મજબૂત પગલાં અને શિસ્તબદ્ધ ઇન્વેન્ટરી મેનેજમેન્ટના લીધે આ શક્ય બન્યું હતું, જે ભારતના ભરોસાપાત્ર ઊર્જા ભાગીદાર તરીકે કંપનીની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
વર્ષ 2026ની ટર્નઅરાઉન્ડ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થવાથી ભારતની ઊર્જા સુરક્ષાને ટેકો આપવાની સાથે સાથે સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ રિફાઇનિંગ કામગીરી પર નયારા એનર્જી સંપૂર્ણ ધ્યાન આપી રહી હોવાનું વધુ સ્પષ્ટ થાય છે. ભારતમાં, ભારત માટે એ નયારા એનર્જીની પ્રતિબદ્ધતાના કેન્દ્રસ્થાને છે, જેના દ્વારા કંપની સુરક્ષિત, ભરોસાપાત્ર અને કાર્યક્ષમ કામગીરી દ્વારા દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહી છે.


