Wednesday, September 11, 2024
Homeરાજ્યબંધ ટ્રકના ચાલકની બેદરકારીથી ઇક્કોકારની ટક્કરમાં મુસાફરો ઘવાયા

બંધ ટ્રકના ચાલકની બેદરકારીથી ઇક્કોકારની ટક્કરમાં મુસાફરો ઘવાયા

- Advertisement -

ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જામગઢ ખાતે રહેતા મનસુખભાઈ વસરાભાઈ વટુકીયા નામના 45 વર્ષના યુવાન તેમની જીજે-03-એલએમ-4265 નંબરની ઇક્કો કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ પર ચાલી રહેલા રોડના કામ વચ્ચે કોઈપણ જાતની આડસ રાખ્યા વગર તેમજ સ્ટેન્ડ લાઇટ ચાલુ રાખ્યા વગર બંધ પડેલા જીજે-10-એક્સ-7616 નંબરના ટ્રક સાથે આ એક મોટરકાર ધડાકાભેર અથડાઈ હતી.

- Advertisement -

આ અકસ્માતમાં ઇક્કો મોટરકારમાં જઈ રહેલા ભાણજીભાઈ જસમતભાઈ વાવડીયા તેમજ અન્ય એક યુવાન વનરાજભાઈ અને તેમના પુત્રને પણ નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે બેદરકારી દાખવવા સબબ મનસુખભાઈ વશરામભાઈની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular