જામનગર શહેર સીટી બી ડિવિઝનના આઠ પોલીસકર્મચારીઓ સહિત કુલ 14 પોલીસકર્મચારીઓની જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા અચાનક બદલી કરવામાં આવતાં પોલીસબેડામાં ભારે ચર્ચા ઉઠી છે. બદલી કરાયેલ કર્મચારીઓમાં કેટલાંકની જાહેરહિતમાં તો કેટલાંક કર્મચારીઓની પદરના ખર્ચે બદલી કરવામાં આવી હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.
સીટી બી પોલીસ સ્ટેશનમાંથી શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા કાલાવડ ગ્રામ્ય, રવિન્દ્રસિંહ મહાવિરસિંહ જાડેજા ધ્રોલ, ફૈઝલ મામદભાઇ ચાવડા કાલાવડ ગ્રામ્ય, ક્રિપાલસિંહ ચંન્દ્રસિંહ જાડેજા ધ્રોલ, દેવસુર વિરાભાઇ સાગઠીયા ધ્રોલ, વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાને કાલાવડ ગ્રામ્ય, અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા ધ્રોલ, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને જામજોધપુર બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત કાલાવડ ગ્રામ્યના પંકજ ખીમજીભાઇ વાધેલા સીટી બી, જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા કાલાવડ ગ્રામ્યથી સીટી બી, મયુરરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા કાલાવડ ટાઉનથી સીટી બી, ગીતાબેન હરદાસભાઇ ગોજીયા કાલાવડ ગ્રામ્યથી સીટી બી, ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા જામજોધપુરથી સીટી બી, ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢાને જામજોધપુરથી સીટીબી ખાતે બદલી કરવામાં આવી છે.