Saturday, October 12, 2024
Homeરાજ્યખંભાળિયાની બંધ મિલમાંથી રૂા. 1.65 લાખના જીરૂની ચોરી

ખંભાળિયાની બંધ મિલમાંથી રૂા. 1.65 લાખના જીરૂની ચોરી

- Advertisement -

ખંભાળિયાના અશોક ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી રાધે ક્રિષ્ના પ્રોટીન મિલમાં ગત તારીખ 7 જૂનની પહેલાના સમયગાળામાં કોઈ તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, આ મીલમાં રાખવામાં આવેલા જીરૂની 48 ગુણીઓ પૈકી 17 ગુણી જેટલું જીરું લઈ ગયા હોવાનું આ મિલના સંચાલક બોઘાભાઈ કરણાભાઈ આંબલીયા (ઉ.વ. 41, રહે. વિરમદળ) ના ધ્યાને આવ્યું હતું.

- Advertisement -

આમ, આ મિલના ગોડાઉનમાંથી તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અહીં રાખવામાં આવેલું કુલ રૂા. 1,65,240 ની કિંમતનું 918 કિલોગ્રામ જીરૂની ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે બોઘાભાઈ આંબલીયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 380, 457 તથા 454 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular