Thursday, September 12, 2024
Homeરાજ્યખંભાળિયામાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

ખંભાળિયામાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

- Advertisement -

ખંભાળિયા પંથકમાં દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ ઇન્ચાર્જ પીઆઈ કે.એન. ઠાકરીયા દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ગત રાત્રીના સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રે ધરારનગર વિસ્તારમાં જુના પાંજરાપોર પાસે રહેતા નથુ નારણ કાંબરીયા નામના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ સ્થળેથી પોલીસે નથુ નારણ કાંબરિયા સાથે માંડણ માણસુર રૂડાચ, કાસમ ઈસ્માઈલ કુરેશી, ઈકબાલ રજાક શેતા, હબીબ આલુ રૂંઝા, સુનિલ શાંતિલાલ ઉનડકટ, વિજય જેસાભાઈ ચાવડા અને ભરત કારૂભાઈ ભારવાડીયા નામના આઠ શખ્સોને દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.28,300 રોકડા તથા રૂા. 90 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂા. 20,000 નું એક મોટરસાયકલ મળી કુલ 1,38,300 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular