Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરવાવાઝોડા દરમિયાન ઓક્સિજન પરિવહન માટે હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કરાયો

વાવાઝોડા દરમિયાન ઓક્સિજન પરિવહન માટે હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કરાયો

જિલ્લા પોલીસ હાઈ-વે પર કરશે સતત પેટ્રોલિંગ, ક્રેઈન સહિતના વાહનો વિવિધ અંતરે કરાયા તૈનાત

- Advertisement -

અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાવાને કારણે તૌકતે વાવાઝોડાની શક્યતાને ધ્યાને લઇ જામનગરથી ઓક્સિજનનું પરિવહન કરતા વાહનોને કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દીપેન ભદ્રનની આગેવાની હેઠળ જામનગર જિલ્લાની રાજકોટ રૂરલની હદ થી લઈ દેવભુમી દ્વારકા જિલ્લાની હદ સુધીના રોડને ગ્રીન કોરિડોર જાહેર કરાયો છે. જે માટે સમગ્ર હાઇવે પર પોલીસ બંદોબસ્ત, પેટ્રોલીંગ તથા ક્રેઇન અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.વાવાઝોડા વખતે જો આ હાઇવે પર ક્યાય વૃક્ષ પડે અથવા તો અકસ્માતે કોઇ બનાવ બનવાના સંજોગોમાં જો રોડ બંધ થઇ જાય તો તેને તાત્કાલીક દુર કરી રોડ પર અવર – જવર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા અંગેની કામગીરી હાથ ધરવાની વિવિધ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવેલ છે. જેમાં રાજકોટ રૂરલની હદ થી ધ્રોલ પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યા સુધી ધ્રોલ પો.સ્ટે.ના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે,  ધ્રોલ પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી પંચ બી. ડીવી પો.સ્ટે.ની હદ સુધી પંચ એ પો.સ્ટે.ના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પંચ એ પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી સીક્કા પો.સ્ટે.ની હદ સુધી પંચ બી. પો.સ્ટે.ના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે,પંચ બી પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી મેઘપર પો.સ્ટે.ની હદ સુધી સીક્કા પો.સ્ટે.ના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, સીક્કા પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી જામનગર જીલ્લાની હદ સુધી મેઘપર પો.સ્ટે.ના પો.સ.ઇ. તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે,  CH ધ્રોલનાઓ ધ્રોલ પો.સ્ટે . ( જીલ્લાની હદ ) થી ખંભાળીયા બાયપાસ સુધી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પો.ઇન્સ એરપોર્ટ ખંભાળીયા બાયપાસ રોડ થી મેઘપર પો.સ્ટે . ( જીલ્લાની હદ ) સુધી ટ્રાફીક શાખાના જરૂરી સ્ટાફ તથા વાહન થી પેટ્રોલીંગ કરશે,  આ ઉપરાંત જોડીયા ખાતેનો જે રૂટ કાર્યરત છે ત્યાં પણ એક ક્રેઈન અને ત્રણ જેસીબી મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં વાહનોના પરિવહનને વિક્ષેપ ન પડે તે  માટે સમગ્ર રૂટ પર બે પી.આઈ દ્વારા સુપરવિઝન અને પેટ્રોલિંગ કરવામાં આવશે.

- Advertisement -

જો કોઈ સ્થળે વૃક્ષ પડવા કે અન્ય કોઈ સંજોગોને કારણે વાહન વ્યવહાર ખોરવાય તો તે માટે ધ્રોલ પો . સ્ટે . ખાતે રાખવામાં આવેલ ક્રેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે રાજકોટ રૂરલની હદ થી . પંચ – એ ડીવી પો.સ્ટે.ની હદ સુધી કામગીરી કરવામાં આવશે. પંચ બી પો.સ્ટે . ખાતે રાખવામાં આવેલ કેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે પંચ એ ની હદ થી સીક્કા પો.સ્ટે.ની હદ સુધી કામગીરી કરવામાં આવશે . સીક્કા પો.સ્ટે . ખાતે રાખવામાં આવેલ કેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે સીક્કા પો.સ્ટે.ની હદ થી દેવભુમી દ્વારકા જીલ્લાની હદ સુધી કામગીરી કરવામા આવશે તેમજ દરેક ક્રેઇન દીઠ એક પોલીસ કર્મચારી સંકલન માટે સાથે રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular