Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાની ફૂડ શાખાએ અખાદ્ય પદાર્થ મામલે 9 કેસ કર્યા

મહાનગરપાલિકાની ફૂડ શાખાએ અખાદ્ય પદાર્થ મામલે 9 કેસ કર્યા

વર્ષ દરમિયાન 70 હજારની પેનલ્ટી વસૂલાત : 102 જેટલા ખાદ્ય પદાર્થોના પરિણામોમાં એક નમૂનો અનસેફ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ ચેકિંગ દરમિયાન કેટલીક વખત અખાદ્ય સામગ્રીઓનો સ્થળ પર નાશ કરવામાં આવે છે. તો કયારેક કેટલીક ખાદ્ય સામગ્રીઓના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. જેમાં ચકાસણી દરમિયાન ફેલ થયેલ નમુનામાં વેપારીઓ પાસેથી છેલ્લાં એક વર્ષમાં રૂા.70 હજારની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. તેમજ 42 જેટલા મીટ/ચીકનના કેસ દાખલ કરાયા હતાં. જેમાં રૂપિયા 4,20,000 ની પેનલ્ટી કરવામાં આવી છે.

- Advertisement -

ફૂડ શાખા દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવતી હોય છે. કેટલીક વખત માત્ર દેખાડો કરવામાં આવતો હોય તેવું પણ જોવા મળતું હોય છે. ત્યારે તા.1/4/22 થી તા.31/3/23 સુધીમાં ફુડ શાખા દ્વારા 142 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લઇને વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી 102 જેટલા ખાદ્ય પદાર્થના નમૂનાના રિઝલ્ટ આવી ગયા છે જેમાંથી ત્રણ જેટલા નમૂના સબ સ્ટાન્ડર્ડ અને એક નમુનો અનસેફ જાહેર થયો હતો. તથા એડજયુડીકેટીંગ સમક્ષ નવ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ફૂડ શાખા દ્વારા કાસ ટ્રેડર્સના પારસમણી બ્રાન્ડના ઘી માટે રૂા.10 હજાર પેનલ્ટી, ભરત એન્ટરપ્રાઇઝના કપાસીયા (ધવલ બ્રાન્ડ) માટે રૂા.25000 પેનલ્ટી, સુરેશ ફરસાણ એન્ડ સ્વીટના સીંગભજીયા માટે 10 હજાર પેનલ્ટી, મિલન ટે્રડર્સના ઘી માટે 10 હજાર પેનલ્ટી, ક્રિષ્ના ડેરી ફાર્મના ઘી માટે 10 હજાર પેનલ્ટી, આશાપુરા ફાસ્ટફૂડના પાણીપુરીના માવા માટે રૂા.5000, ફાઈવસ્ટાર ડ્રાયફૂટ શોપ દિલ્હી દરબાર મુખવાસ રૂા.10 હજાર પેનલ્ટી, કમલેશ ડેરીના માવા માટે રૂા.5000, જલારામ ટે્રડીંગના ગોળ માટે રૂા.10000 પેનલ્ટી ફટકારાઈ છે. આ ઉપરાંત હળદર-પાઉડરનો નમૂનો અનસેફ જાહેર થતા ક્રિમીનલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત 42 જેટલા મિટ/ચીકનના કેસ એડજયુડીકેટીંગ ઓફિસર સમક્ષ દાખલ કરવામાં આવ્યા હતાં. જેની પેનલ્ટી રૂા.4,20,000 ફટકારવામાં આવી હતી. જેમાં સાત રસ્તા, ઓશવાળ સેન્ટર પાસે, મોસીન કરીમભાઈ બબવાણી, વુલનમીલના નદીમખાન ગુલામહુશેન, ભકિતનગરના તોસિફ હનિફ તેઈલી, ટેકરીના રફિક ઓસમાણ શેરજી, રણજીતસાગર રોડના નજીર કાસમ બ્લોચ, ફોર્સ રોડના દલવાડી ઝૂબેર ગફાર, ટેકરીના જાવીદ જીકર સેતા, ખોજાનાકાના સબીર ગફાર શેરજી, કાલાવડ નાકા વાડના સતાર આમદ સમા, હાજીપીર ચોકના માંડકીયા ઈનાયત સતારભાઈ, ડો.નાગોરીના દવાખાના પાસે રીઝવાન અબ્દુલ અ.કરીમ, કાલાવડ ગેઈટના ઈસ્માઇલ નજીર સમા, કાલાવડ નાકા બહારના મોહમદ કાસિફ ઈકબાલ બાબી, રણજીતસાગર રોડના સેહજાદ યુનુસ બાબી, ડિફેન્સ કોલોનીના મહમદ સલીમખાન બસીર ખાન, શંકરટેકરીના મુસ્તાક હાજી હારૂન, ટેકરીના મનસુખ ગફાર બાબી, રણજીતસાગર રોડના બસીર આદમ માડકીયા, કાલાવડ ગેટ રોડ મકસુદ સતાર કારાણી, મટન માર્કેટના સદામ હમીદ શેરજી અને યુસુફ સતાર બાબી, ફાતમાબાઇ મસ્જિદ પાસેના અલ્તાફ કાદર શેરજી કાલાવડ ગેઈટના ફારૂક જામીન સુમરા, ગાલા નં.52 ના મકસુદ સતાર કારાણી, કાલાવડ ગેઈટના વસીમ હારૂન સુમરા, ઈશા ઈબ્રાહિમ ગોરી, અનવર ગની બાબી, ખોજા ગેઈટના હશન હનિફ શેરજી, કાલાવડના નાકાના અનિશ સલીમ બાબી, કાદર સીદીક સુમરા, મજીદ હાજી વલીમામદ, ખોજા ગેઈટના નુરમામદ વલીમામદ શેરજી, કતલખાના બહારના સબ્બીર સતાર ગોરી, પીઠના ઉબેદ ઈબ્રાહિમ વડગામા, કાલાવડ ગેઈટ રોડના નાવેદ નજીર શેરજી, કાલાવડ નાકા બહારના ગફાર યુસુફ લાખા, કાલાવડ નાકા રોડના શોંકત મજીદ સમા, ગુલામ ફરીદ હાજી અલારખા, યુસુફ મુસા શેરજી, કાલાવડ નાકા બહારના ગફાર સતાર શેરજી, ફયાઝ નુરમામદ બાબી અને સરફરાજ સતાર સુમરા સહિત 42 જેટલા કેસમાંથી 4,20,000 ની પેનલ્ટી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular