Friday, March 29, 2024
Homeવિડિઓમુંબઈની હોસ્પિટલોની હાલત વિષે જણાવતા રડી પડી આ ડોક્ટર

મુંબઈની હોસ્પિટલોની હાલત વિષે જણાવતા રડી પડી આ ડોક્ટર

- Advertisement -

દેશભરમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક બની છે. તેમાં પણ મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ બધા વચ્ચે મુંબઈની હોસ્પિટલોની વર્તમાન સ્થિતિ અંગે જણાવતા ચેપી રોગના ફિઝિશિયન ડૉ.તૃપ્તિ ગીલદાએ એક ભાવુક વિડીઓ શેયર કર્યો છે. આ વિડીયોના માધ્યમ દ્રારા ડૉ.તૃપ્તિએ મુંબઈની વિવિધ હોસ્પિટલોમાં  કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્ય સબંધિત હાલત અને વ્યવસ્થા અંગે જાણકારી આપે છે તેમજ સામાન્ય લોકોએ પણ કોરોનાથી બચવાના ઉપાયો જણાવી રહી છે.
ડૉ.તૃપ્તિએ વિડીયોમાં કહી રહ્યા છે કે ઘણા ડોકટરોની જેમ હું પણ ખૂબ પરેશાન છું. આને કારણે, મને લાગે છે કે જો હું તમને થોડી વસ્તુઓ કહીશ, તો તમે સલામત રહી શકો છો. જેમ કે તમે બધા જાણો છો કે મુંબઈની હાલત ખૂબ જ ખરાબ છે. ધીરે ધીરે ઘણા રાજ્યો અને શહેરોની હાલત પણ કફોડી બની રહી છે. મુંબઇની હોસ્પિટલોમાં આઈસીયુમાં જગ્યા નથી, આવી સ્થિતિ આપણે આ પહેલાં જોઇ નથી. આ ઉપરાંત તેણી લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી રહી છે. આંખોમાં આંસુ સાથે ડોક્ટર કહી રહ્યા છે કે તમને એવું લાગતું હોય કે એક વર્ષથી તમને કોરોના થયો નથી અને તમે સુપર હીરો છો, તમારી ઈમ્યુનિટી ખુબ સારી છે, તમને કશું નહી થાય તો તમે ભ્રમમાં છો કારણ કે 35 વર્ષના લોકો પણ વેન્ટીલેટર પર છે. આમ કહેતા તેણી પોતાની આંખોના આંસુ નથી રોકી શકતી. અને કહે છે કે કોરોના તમારી આજુબાજુમાં જ છે માટે ઘરે રહો સુરક્ષિત રહો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular