Friday, April 19, 2024
Homeવિડિઓફોન આવ્યો: સાહેબ, 30 મીનીટ ચાલે તેટલો જ ઓકિસજન છે…અને પછી શું...

ફોન આવ્યો: સાહેબ, 30 મીનીટ ચાલે તેટલો જ ઓકિસજન છે…અને પછી શું થયું….

28 દર્દીઓ સારવાર હેઠળ: ઓકિસજન નોડલ ઓફિસર અને તંત્રની સરાહનીય સર્તકતા: ત્રણ-ત્રણ વખત ચપળતા અને ઝડપી કામગીરીથી અનેક દર્દીના જીવ બચી ગયા

- Advertisement -

કોરોના મહામારી છેલ્લાં એક માસથી ઘાતક બની ગઇ છે અને આ મહામારીમાં મૃત્યુઆંક સતત વધતો જાય છે અને જામનગર અને દ્વારકા જિલ્લાની પરિસ્થિતિ પણ વકરતી જાય છે. આ મહામારીના કપરાકાળમાં હાલાર સહિત સમગ્ર દેશમાં ઓકિસજનની અછત બહુ ગંભીર બની ગઇ છે અને દર્દી માટે ઓકિસજન મેળવવા ઠેકઠેકાણે માથાં પછાડવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા વિકટ સમયમાં જ હાલારમાં પડાણા પાસે આવેલ આશાપુરા ઓકિસજન પ્લાન્ટ આશાનું કિરણ બની ગયો છે. જોકે, આ પ્લાન્ટ શરૂ કરાવવા માટે દ્વારકા કલેકટર ડો.નરેન્દ્ર મિનાએ પોલીસવડા સુનીલ જોષી સાથે પરામર્શ કર્યા બાદ પ્રાંત અધિકારી તરીકે આઇ.આઇ.એસ ગુરવે અને ઓકિસજનના નોડલ ઓફિસર તરીકે ડિવાયએસપી સમીર સારડા તેમજ પીએસઆઇ આર.એમ.મૂઢવા અને એન.જે.ઓડેદરા તથા ટીડીઓ ચોધરી અને નાયબ મામલતદાર મનદિપસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી.
દરમ્યાન શુક્રવારે રાત્રીના સમયે જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન ખલાસ થવાની તૈયારીનો મેસેજ મળતાં ડીવાયએસપી સારડા સહિતની ટીમ તાત્કાલીક એકશનમાં આવી ગઇ હતી અને ગણતરીની મિનીટોમાં જ ઓકિસજન જામનગર સ્થિત સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં પેટ્રોલીંગ સાથે પહોંચાડી દેવામાં આવ્યો હતો.
અને આજે સવારે નવ વાગ્યે ફોન રણકયો… સાહેબ ખંભાળિયાની હોસ્પિટલમાં અડધી કલાક ચાલે તેટલો જ ઓકિસજન છે અને હાલ 28 દર્દીઓ સારવાર હેઠળ છે. બસ પછી તો… આ ટીમ એકટિવ થઇ ગઇ અને વહીવટી તંત્ર તથા પોલીસની ટીમ દ્વારા ત્વરીત નિર્ણય લઇ ઝડપી અને સર્તકતાથી પડાણા પ્લાન્ટ માંથી ઓકિસજનનું ટેન્કર તૈયાર થઇ ગયું હતું અને પોલીસ અને વહીવટીતંત્રના પેટ્રોલીંગ સાથે માત્ર 25 મિનિટમાં જ ઓકિસજન ભરેલું ટેન્કર ખંભાળિયાની હોસ્પિટલમાં પહોંચી ગયું હતું અને 28 દર્દીઓ માટે ઓકિસજન ખલાસ થાય તે પહેલાં હોસ્પિટલમાં ઓકિસજન પહોંચાડવા માટે તંત્રના કુશળ કામગીરી સફળ રહી હતી. જો કે, ઓકિસજન ખલાસ થવાની બેથી ત્રણ વખત ઘટના બની હતી. પરંતુ કપરી પરિસ્થિતિથી જાણકાર આઇઆઇએસ અને ડીવાયએસપી તેમજ તેમની ટીમ સતત જાગૃત જ રહે છે અને જામનગર તથા દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં ઓકિસજનની ઘટને ગણતરીની મિનીટોમાં ઓકિસજન પહોંચાડવા કાર્યરત છે.
જામનગર અને દ્વારકાની સરકારી હોસ્પિટલ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામોમાંથી ઓકિસજનના બાટલા ભરવવા માટે આવતાં લોકોને પણ થોડીક મિનિટોમાં જ બાટલા રિફીલ કરી દેવામાં આવે છે. હાલ, આ ટીમ દ્વારા સમગ્ર હાલારમાં ઓકિસજનની ઘટ પૂરી થઇ જાય તે માટે સતત પ્રયત્શીલ છે. પડાણાના પ્લાન્ટમાં હાલ દરરોજ 500થી 600 બોટલ ઓકિસજન તૈયાર થાય છે તેની સામે દેવભૂમિ દ્વારકામાં 150 બોટલ અને અન્ય હોસ્પિટલોમાં મળી 200 બોટલ સહિત કુલ 350 બોટલ ઓકિસજનની જરૂરીયાત છે જેથી હાલારમાં ઓકિસજનની ઘટ ન પડે તેવાં સફળ અને સરાહનિય પ્રયાસો કરવામાં આવ્યાં છે.
આ ટીમ દ્વારા ખંભાળિયાની હોસ્પિટલ માટે અલગથી 60 બોટલ ઓકિસજન રિર્ઝવમાં પણ રાખવામાં આવ્યો છે. કેમ કે, કયારેક સંકટ સમયમાં જરૂરીયાત પડે તો આ ઓકિસજનના બાટલાઓનો ઉપયોગ કરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular