Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સતત 3 દિવસથી મહતમ તાપમાન 38 ડિગ્રીએ સ્થિર

જામનગરમાં સતત 3 દિવસથી મહતમ તાપમાન 38 ડિગ્રીએ સ્થિર

વેગીલો વાયરો ફૂંકાતા મોડી સાંજે આંશિક રાહત : દિવસભર આકરા તાપ અને લુ વર્ષાથી અકળાઇ ઉઠતા શહેરીજનો

જામનગરમાં સતત 3 દિવસથી મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રીએ સ્થિર થયો છે. 38 ડિગ્રી તાપમાનથી શહેરીજનો આકરી ગરમીનો સામનો કરી રહયા છે. આ સાથે પવનની ગતિ પણ વધુ જોવા મળી રહી છે. દિવસભરની ગરમી બાદ સાંજના સમયે શહેરીજનોને ગરમીમાં થોડી ઘણી રાહત મળી રહી છે.

- Advertisement -

જામનગર શહેર સહિત રાજયભરમાં આકરી ગરમીનો મુકામ જોવા મળી રહયો છે. આકરા તાપ વચ્ચે વેગિલો વાયરો ફુંકાતા મોડી સાંજ બાદ લોકો આંશિક રાહત અનુભવી રહયા છે. જામનગરમાં સતત 3 દિવસથી મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રીએ સ્થિર થયો છે. કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 38.0 ડિગ્રી લઘુતમ તાપમાન રપ.પ ડિગ્રી, ભેજનું પ્રમાણ 65 ટકા તથા પવનની ગતિ 11.ર કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ હતી.

38 ડિગ્રી તાપમાન અને પવનની ગતિ વધુ હોય લોકો બપોરના સમયે લુ વર્ષાનો અહેસાસ કરી રહયા છે. બપોરના સમયે રાહદારીઓ અને વાહન ચાલકોને આકરા તાપનો સામનો કરવો પડે છે. જેના પરિણામે શહેરીજનો બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહયા છે. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. ગરમીને કારણે માનવીઓની સાથે પશુપક્ષીઓ પણ હેરાન પરેશાન થઇ ભીની જગ્યાઓમાં આશરો લઇ રહયા છે. દિવસભર ગરમી બાદ શહેરીજનો સાંજના સમયે ઠંડીથી રાહત મેળવવા હરવા ફરવાના સ્થળોએ ઉમટી રહયા છે. તળાવની પાળ એમ્યુઝમેન્ટ પાર્ક, ડિકેવી સર્કલ જેવા વિસ્તારોમાં લોકો બેસવા ઉમટે છે. આ ઉપરાંત ગરમીથી બચવા આઇસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ, ઠંડા પીણા, બરફના ગોલા, શેરડીનો રસ, લસ્સી જેવી ચીજવસ્તુઓની લોકો મજા માણી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular