Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તાજિયા પડમાં આવ્યા, આજે ટાઢા થશે

જામનગરમાં તાજિયા પડમાં આવ્યા, આજે ટાઢા થશે

- Advertisement -

જામનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ પર્વ નિમિત્તે ગઇકાલે રાત્રે તાજિયા પડમાં આવ્યા હતાં. આજે બપોર બાદ શહેરના માર્ગો પરથી તાજિયાનું જુલુસ નિકળશે અને યોૈમે આશુરાના દિવસે તાજિયા ટાઢા થશે.

- Advertisement -

જામનગરમાં માતમના પર્વ મહોરમ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શહાદતને યાદ કરવાના હેતુ સાથે તાજિયા બનાવવામાં આવ્યા હતાં. જામનગર શહેર, સલાયા, સિક્કા, બેડી સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવ્યા હતાં. જામનગર શહેર-જિલ્લામાં અંદાજિત 500થી વધુ તાજિયાઓ ત્રણ થી ચાર મહિનાની મહેનત બાદ તૈયાર થાય છે. ગઇકાલે મહોરમની 9મી તારીખ એટલે કે, સરઘસની રાત હતી. રાત્રે તાજિયા પડમાં આવ્યા હતાં. જ્યારે આજે યૌમે આસુરાના દિવસે તાજિયા ટાઢા થશે. ઠેર ઠેર સરબત વિતરણ, ન્યાઝ વિતરણ સહિતના આયોજનોનું આયોજન કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular