Friday, April 19, 2024
Homeબિઝનેસશેરબજાર જોખમી તબક્કામાં...!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે...!!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે, આવામાં તેની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારત અસાધારણ ઐતિહાસિક કોરોનાની કટોકટીમાં આવી જતાં અને આ કટોકટીમાં દેશનું આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું હોવાના અને વિદેશોની મદદ વિના આ સંકટમાંથી ઊગરવું અશક્ય બની ગયું હોઈ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિદેશોમાંથી મદદ મેળવવા થઈ રહેલા પ્રયાસો છતાં આ કટોકટી ભારતીય અર્થતંત્રને મહાસંકટમાં ધકેલી દેશે એવી પૂરી શકયતા વચ્ચે સપ્તાહના શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી, પરંતુ RBI દ્વારા આરોગ્ય સેવાઓ માટે અંદાજીત રૂ.૫૦,૦૦૦ કરોડની જાહેરાત કરતાં અને કોરોના સંક્રમણના નવા વેવમાં ફરી કેસો ઝડપી વધી રહ્યા સામે કોરાના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ કોરોનાને અંકુશમાં લેવામાં આગામી દિવસોમાં સફળતાં મળવાની અપેક્ષા શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.

કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમની પૂરી શકયતા વચ્ચે શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી બાદ ફરી જાણે કે બજારના સેન્ટીમેન્ટને આ પરિબળોની ખાસ અસર નહીં થાય એવો માહોલ ઊભો કરવા ફંડો, મહારથીઓએ સપ્તાહના અંતે છેતરામણી ચાલે શોર્ટ કવરિંગ બતાવીને બજારને પોઝિટીવ ઝોનમાં લાવી દીધું હતું.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા આમ આદમી અને વ્યાપાર – ઉદ્યોગોની સાથોસાથ સાથોસાથ બેન્કો અને નાણાં સંસ્થાઓની ચિંતામાં વધારો થયો છે. ઉદ્ભવેલ પ્રતિકૂળ સ્થિતિમાં આગામી સમયમાં બેન્કોની એનપીએમાં વધારો થવા સહિતની અન્ય પ્રતિકૂળતા ઉભી થશે. આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ સંક્રમણમાં વધારો થતાં વિવિધ રાજ્યોમાં અમલી બનેલ લૉકડાઉન તેમજ સ્વૈચ્છિક બંધના કારણે માત્ર વ્યક્તિગત જ નહીં બલ્કે તમામ સ્તરે લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવા પામી છે.

- Advertisement -

ઉદ્ભવેલ આ પરિસ્થિતિના કારણે આગામી માસથી બેન્ક લોનના હપ્તા તેમજ કાર્ડધારકોના પેમેન્ટ રોકાવાની સાથે ડિફોલ્ટના બનાવમાં વધારો થશે જેના પગલે બેન્કોની એનપીએમાં વધારો થશે. બેંકોની એનપીએ વધશે એટલે બેન્કોના નફા અને આવક પર પણ અસર જોવાશે.

બેન્કરોના જણાવ્યા મુજબ સંક્રમણને કાબુમાં લાવવા વિવિધ રાજ્યો દ્વારા અમલી બનાવાયેલ લૉકડાઉન અને પ્રતિબંધોના કારણે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં જ બેંક લોન હપ્તાની વસુલાતમાં ૫ થી ૧૦%નો ઘટાડો થયો છે. પ્રવર્તમાન સંયોગોમાં મે માસમાં આ પ્રતિકૂળતામાં વધારો જોવા મળશે.

ભારત આજે વિશ્વમાં જીડીપીથી દેવાનું ઊંચુ પ્રમાણ ધરાવે છે. તાજેતરની રેલી છતાં ભારતીય સ્ટોકસ તેમના એશિયન હરિફોની સરખામણીએ વર્તમાન મહિનામાં નબળા રહ્યા છે. બેન્કરોના જણાવ્યા મુજબ એપ્રિલ માસના બેંક લોનના હપ્તા લગભગ જમા થઈ ગયા છે. હવે જો લોકડાઉન અને સ્વૈચ્છિક બંધ લંબાશે તો મે – જૂન માસમાં બેન્ક લોનના હપ્તા ભરવામાં લોકોને તકલીફ પડશે. આમ મે – જૂન માસમાં લોન ડિફોલ્ટના કેસ વધશે જેની અસર બેન્કોના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો ઉપર પણ જોવા મળશે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી એપ્રિલ માસમાં વિવિધ રાજ્યો દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને પરિણામે દેશના સેવા ક્ષેત્રનો વિકાસ દર મંદ પડી ૩ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. પ્રવાસ પ્રતિબંધને કારણે એપ્રિલ માસમાં વિદેશ વેપાર નરમ રહેતા જાન્યુઆરી બાદ એપ્રિલમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ નીચો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રનો નિક્કી-આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે માર્ચ માસમાં ૫૪.૬૦ રહ્યો હતો તે એપ્રિલ માસમાં સાધારણ ઘટી ૫૪ રહ્યો છે. દેશના અંદાજીત ૧૧ રાજ્યો તથા પ્રદેશોમાં નિયમનકારી પગલાં લેવાયા છે, પરંતુ ગંભીર આર્થિક અસરની  ચિંતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરવાનું ટાળી રહી છે.

સ્થાનિક સ્તરે વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભારત સરકારની મુશ્કેલી વધી શકે છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સર્વોચ સપાટી તરફ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે, જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

ગત સપ્તાહે બજારમાં જોવાયેલી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવો તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૮૬૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૫૧૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૮૦૮ પોઇન્ટથી ૧૪૬૭૬ પોઇન્ટ,૧૪૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૧૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૩૦૦૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૨૮૮૮ પોઇન્ટથી ૩૨૬૭૬ પોઇન્ટ, ૩૨૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) શારદા કોર્પ ( ૩૧૪ ) :- એગ્રો કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૦ થી રૂ.૩૪૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ધામપુર સુગર ( ૨૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઝેનસર ટેકનોલોજી ( ૨૭૨ ) :- રૂ.૨૫૫ નો પ્રથમ તેમજ રૂ.૨૪૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) વીએ ટેક વેબેગ ( ૨૪૨ ) :- યુટિલિટી:નોન-ઇલેક. સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) રેઇન ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૭ ) :- રૂ.૧૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦ ના સ્ટોગ સપોર્ટથી પેટ્રો કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૩ થી રૂ.૨૦૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) હિન્દુસ્તાન કોપર ( ૧૭૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૫૫ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) મેગ્મા ફિન કોર્પ ( ૧૪૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જેકે પેપર ( ૧૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેપર & પેપર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦ આસપાસ રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) મુથૂત ફાઈનાન્સ ( ૧૨૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૧૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઓરબિંદો ફાર્મા ( ૧૦૨૧ ) :- આ સ્ટોક રૂ.૯૯૭ નો પ્રથમ તેમજ રૂ.૯૮૯ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) અદાણી પોર્ટ ( ૭૭૦ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૮૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) બાટા ઇન્ડિયા ( ૧૩૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૧૧૮૬ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૮૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૭૮ થી રૂ.૮૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) અદાણી પાવર ( ૯૮ ) :- ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૯ થી રૂ.૧૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) સનફ્લેગ આર્યન  ( ૮૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૯ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) બોમ્બે ડાઈંગ ( ૭૨ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્ષટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ઓમેક્સ લિમિટેડ ( ૬૮ ) :- રૂ.૬૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૨૦૨ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular