Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ધીમા પગલે ઠંડીનું આગમન

જામનગર શહેરમાં ધીમા પગલે ઠંડીનું આગમન

લઘુતમ તાપમાન 19.5 ડિગ્રીએ પહોંચ્યું : મહત્તમ તાપમાન હજુપણ 33.5 ડિગ્રી રહેતાં બપોરે તાપથી શહેરીજનો પરેશાન : મિશ્ર ઋતુને પરિણામે વધતાં તાવ-શરદી-ઉધરસના કેસો

- Advertisement -
જામનગર શહેરમાં ધીમા પગલે ઠંડીનું આગમન થતું જોવા મળી રહ્યું છે. લઘુતમ તાપમાન 19.5 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે મહત્તમ તાપમાન હજુપણ   33 ડિગ્રી આજુબાજુ રહેતા બપોરના સમયે શહેરીજનો ગરમીનો સામનો કરી રહ્યા છે. આમ મિશ્ર ઋતુના પરિણામે તાવ – શરદી – ઉધરસના વાયરલ રોગચાળાના કેસો પણ વધી રહ્યા છે.
જામનગર સહિત હાલારપંથકમાં ગત રવિવારથી શિયાળાએ ધીમા પગે આગમન કર્યુ હોય તેમ લઘુતમ પારો નીચે સરકતો જઈ રહ્યો છે. ગત રવિવારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ આજે બુધવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાતા શહેરીજનો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ખાસ કરીને વહેલીસવારે નોકરી વ્યવસાય અર્થે જતાં લોકો તેમજ કસરત માટે જતા લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. વહેલીસવારે ઠંડીની અસરને પરિણામે શહેરીજનો સ્વેટર જાકેટનો હારો ેવાનું શરૂ કરી દીધું છે. રાતભર ટાઢોડા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હજુ પણ મહત્તમ તાપમાનનો પારો 33.5 ડિગ્રી હોવાથી બપોરના સમયે શહેરીજનો આંશિક ગરમીનો સામાનો કરી રહયા છે. આ વર્ષે ચોમાસું લંબાયા બાદ કારતક માસના પ્રારંભ બાદ પણ હજુ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે.
બપોરે આંશિક ગરમી સાથે મોડીરાતથી વાતાવરણમાં ટાઢક રહેતા મિશ્ર ઋતુનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. મિશ્ર ઋતુને પરિણામે શહેરમાં તાવ – શરદી- ઉધરસ જેવા વાયરલ રોગચાળાના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.    કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા તથા પવનની ગતિ 3.5 કિ.મી./કલાકની નોંધાઈ હતી. સપ્તાહના પ્રારંભ સાથે જ ધીમે ધીમે ઠંડીના પગરવ થઈ રહ્યા છે. ત્યારે હવે શહેરીજનો એસી-પંખા બંધ કરી સ્વેટર, જાકીટ, ગરમ શાલ જેવા વસ્ત્રો જેવી તૈયારી કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular