Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરકેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડ સાથે રૂા.6 લાખની છેતરપિંડી

કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડ સાથે રૂા.6 લાખની છેતરપિંડી

જામનગરના શખ્સે રેલવેના ટેન્ડર માટે ગોલ્ડ લોન કરાવી : ટેન્ડરમાં નામ પણ ન આવ્યું અને નાણાં પણ પરત ન આપ્યા

- Advertisement -

જામનગર શહેરના કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડ સાથે રેલવેના ટેન્ડર માટે રૂા.6 લાખની ગોલ્ડ લોન કરાવી એક શખ્સે ટેન્ડરમાં નામ ન આવતા ફરિયાદીના નાણાં પણ પરત ન આપી છેતરપિંડી કર્યાની સિટી બી ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દ્વારા એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મુળ કેરલ રાજ્યના કોઈલોન જિલ્લાના પોરવીલી તાલુકાના એડેકીયાર ગામના અને હાલમાં જામનગરના પટેલ કોલોની શેરી નંબર-9 રોડ નંબર-2 રાધે નંદન એપાર્ટમેન્ટ ફલેટ નંબર 302 માં રહેતાં અને કેટરીંગનો વ્યવસાય કરતા સુરેશ ભાસ્કરનને જામનગરના મયુરનગર પ્રજાપતિની વાડીની બાજુમાં રહેતાં વિજયસિંહ વાળાએ રેલવેના ટેન્ડર માટે રૂા.6 લાખની ગોલ્ડ લોન કરાવી હતી. ત્યારબાદ ટેન્ડરમાં નામ ન આવતા ફરિયાદી સુરેશ ભાસ્કરનએ આરોપી પાસેથી રૂા.6 લાખની પરત માંગણી કરી હતી. જથી રોપીએ ત્રણેક મહિના પછી રૂપિયા આપવાનું કહ્યું હતું હતું. ત્યારબાદ ફરિયાદીએ વારંવાર પૈસા માગતા આરોપીએ ફરિયાદીને નાણાં પરત આપ્યા ન હતાં.

ફરિયાદીએ વિસ્તારમાં વિવિધ લોકોની પુછપરછ કરતા આ આરોપી વિજયસિંહ એ કુંડારીયો માણસ હોવાનું જાણવા મળતા ફરિયાદી દ્વારા જામનગર સિટી બી ડીવીઝનમાં આરોપી વિજયસિંહ વાળા વિરૂધ્ધ છેતરપિંડી અને ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સિટી બી પોલીસએ આઈપીસી કલમ 420 મુજબ વિજયસિંહ વાળા વિરૂધ્ધ ગુનો નોંધી એએસઆઇ એસ.આર. ચાવડા દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular