જામનગર શહેરના ગોકુલનગર સર્કલથી સાંઢિયા પુલ સુધી ડીપી કપાતની કામગીરીનું જામનગર મહાનગરપાલિતકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વિવિધ સ્થળોએ ચાલતા કામોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી સમિક્ષા હાથ ધરી હતી.
જામનગર શહેરમાં વરસાદી સિઝન દરમિયાન માર્ગો પર વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય અને નાગરિકોને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે હાથ ધરવામાં આવેલી ડીપી કપાતની કામગીરીનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગોકુલનગર સર્કલથી હરિયા કોલેજ અને ત્યાંથી સાંઢિયા પુલ સુધી ચાલી રહેલી ડીપી કપાતની કામગીરીની કમિશનર દીપેશ કેડિયા, આસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્રસ઼િંહ ઝાલા તથા સિટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન કામગીરીની ગુણવત્તા, કામની ગતિ અને વિવિધ સ્થળોએ ચાલી રહેલા કામની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
View this post on Instagram
અધિકારીઓએ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓને કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તેમજ માર્ગ પર વાહનચાલકો અને રાહદારીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવાની જરૂરી સૂચનાઓ આપી હતી. નિરીક્ષણ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. શહેરમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે જરૂરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.


