Friday, July 17, 2026
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર-દ્વારકા અને મોરબી જિલ્લા માટે રૂા. 6.77 કરોડના...

સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર-દ્વારકા અને મોરબી જિલ્લા માટે રૂા. 6.77 કરોડના કામોની દરસ્ખાત

સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત સંસદીય ક્ષેત્ર જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વિકાસના કામો માટે ગ્રાંટની ફાળવણી 18મી લોકસભા અંતર્ગત સાંસદ પૂનમબેન માડમ દ્વારા અત્યાર સુધીમાં સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના સમાવિષ્ટ ગામોના વિકાસ કામો માટે રૂા.6.77 કરોડના ખર્ચના કુલ 141 કામો માટેની દરખાસ્ત સબંધીત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

- Advertisement -

જે પૈકી અનુસુચીત જાતી વિસ્તારોમાં વિકાસના કામો રૂા.1.16 કરોડના 26 કામો માટે અને જામજોધપુર અને ભાણવડ તાલુકામાં આવેલ અનુસુચીત જનજાતીની વસ્તી ધરાવતા ગામો માટે રૂા.51.50 લાખના ખર્ચના 11 કામોની દરખાસ્ત કરાયેલ છે. સાંસદ દ્વારા દરખાસ્ત કરાયેલ કામોની પ્રાથમિક મંજુરી સબંધીત જિલ્લા કલેકટરએ આપવાની રહે છે, જેમાં જામનગ2 જીલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂા.4.19 કરોડના 86 કામો પૈકી રૂા.3.34 કરોડના 71 કામો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂા.2.39 કરોડના 50 કામો પૈકી રૂા.2.16 કરોડના 44 કામો અને મોરબી જિલ્લા દરખાસ્ત કરાયેલ રૂા.19 લાખના 5 કામો પૈકી રૂા.19 લાખના તમામ 5 કામો મળી કુલ રૂા.5.69 કરોડના 120 કામોને સંબંધિત કલેકટર દ્વારા પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રાથમિક મંજુરી મળ્યા બાદ અમલીકરણ અધિકારઓ જેમ કે જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના ચીફ ઓફિસર, જિલ્લાના કાર્યપાલક ઈજનેરમાર્ગ અને મકાન વિભાગ વગેરેએ કામોની જગ્યા/સ્થળ તપાસ કરી ખર્ચના જે તે કામના એસ્ટીમેટસ તૈયાર કરી, તાંત્રિક મંજૂરી આપવાની હોય છે. ત્યારબાદ ટેકનીકલી મંજૂર કરેલ કામને વહીવટી મંજૂરી અને ગ્રાંટ ફાળવણી માટે સબંધીત કલેકટર/જિલ્લા આયોજન અધિકારીને દરખાસ્ત કરવાની રહે છે.

- Advertisement -

સંસદીય મતક્ષેત્રમાં પ્રાથમિક મંજૂરી અપાયેલ 120 કામો પૈકી અમલીકરણ અધિકારીઓએ 115 કામોને તાંત્રીક મંજુરી આપી કલેકટરને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે દરખાસ્ત મોકલતા સબંધિત કલેકટર તમામ 115 કામો માટે વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણીના હુકમો કરવામાં આવ્યા છે.

હાલમાં રૂા.2.35 કરોડના ખર્ચે 52 કામો પૂર્ણ થયા છે. રૂા.1.65 કરોડના 34 કામો પ્રગતિમાં છે. રૂા.1.24 કરોડના 29 કામો શરુ ન થયેલ કામો છે. જે અંતર્ગત કલકેટરદ્વારા સબંધિત અમલીકરણ અધિકારીઓને સમીક્ષા બેઠકમાં સત્ત્વરે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ સમયાંતરે યોજાતી ‘દિશા’ મીટીંગમાં પણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળની ગ્રાંટ ફાળવણીના કામોની સમીક્ષા કરવામાં આવે છે.

- Advertisement -

Ministry of Statistics Programme Implementation (MOSPI) RI MPLADS યોજનાનુ સમગ્ર દેશમાં સુચારુ સંચાલન માટે e-Sakshi પોર્ટલ વર્ષ 2023-’24 થી શરુ કરવામાં આવેલ છે. સર્વે સંસદસભ્યોના કામોનું નિયમન અને ગ્રાંટ ફાળવણી પોર્ટલ મારફત કરવામાં આવે છે. અને કામ પૂર્ણ થયા બાદ અમલીકરણ અધિકારી દ્વારા કમ્પ્લીશન અને જરૂરી ફોટોગ્રાફસ (e-Sakshi) મારફતે રજુ કર્યા બાદ જ ચુકવણુ કરવામા આવે છે. પોર્ટલ પર ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવતા હોય Geo Tagging નો ઓપ્શન ઉપલબ્ધ નથી.

MPLADS યોજના હેઠળ સાંસદોના ફંડ હેઠળના વિકાસ કામો અને ગ્રાંટ ફાળવણી સબંધેની આ વિગતો જામનગર સંસદીય મતવિસ્તારના નોડલ કલેકટરની યાદીમાં જણાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular