જામનગર મહાનગરપાલિકા દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યુ.સી.ડી. શાખા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જામનગરમાં ત્રણ સ્થાનો પર ‘MY THELI’ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર અઠવાડિયે ગુરૂવાર અને શુક્રવારના સવારે 10 થી 2 અને બપોરે 3 થી 6 દરમિયાન જાહેર જનતા દ્વારા અપાયેલા જૂના કપડામાંથી સ્વસહાય જુથની બહેનો દ્વારા આકર્ષક કપડાની થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. જામનગરમાં આ ઇવેન્ટ કચ્છી રાજગોર બ્રહ્મ સમાજની વાડી / કામદાર કોલોની, રામેશ્ર્વરનગર, માટેલ ચોકમાં સીએસસી સેન્ટર પાસે તેમજ જય માતાજી ઈમીટેશન, પટેલ કોલોની 9 નંબરના છેડે જામનગર ખાતે બનાવી આપવામાં આવશે તેમ યુસીડી શાખા ‘માય થેલી’ ઈવેન્ટ મેનેજર તૃપ્તિબેન દાઉદીયા, આરતીબેન ગોહિલ અને વિપુલભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે.