સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થામાં કોરોના મહામારીનો લોકોની વ્હારે આવ્યું છે. કોરોનાકાળ દરમ્યાન જામનગર રાજકોટ સહિત અનેક સ્થળોએ ઓક્સિજન બેડ, સ્વાસ્થ્ય કીટ, ભોજન સેવા સહિતની સુવિધાઓ પુરી પાડી છે.
સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા કોરોનાકાળ દરમ્યાન સ્વામિનારાયણ ગુરૂકુળ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 50 જેટલાં ઓકિસજન બેડ 200થી વધુ આઇસોલેશન બેડની સુવિધાનો પ્રારંભ કરાયો હતો.
આ કોવિડ કેર સેન્ટરમાં 350થી વધુ દર્દીઓને વિનામુલ્યે દવા તેમજ 3000થી વધુ લોકને કોરોના પ્રોટેકશન કીટ વિતરણ 150થી વધુ ગામોમાં આ કીટ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત કોરોનાકાળમાં રકતદાન કેમ્પ તેમજ રસીકરણ કેમ્પનું આયોજન પણ કરાયું હતું. જેમાં 35000થી વધુ તે વધુ સીસી બ્લડ એકત્ર કરાયું હતું. તેમજ 6 વેક્સિનેશન કેમ્પમાં 2400 થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. 7600થી વધુ લોકોને અડધી કિંમતે સીટી સ્કેન સુવિધા અપાઇ હતી. 100થી વધુ લોકોને ભોજન સેવા તેમજ 30,000થી વધુ કુલ ભોજનની સુવિધા પુરી પાડવામાં આવી હતી.
આ સેવાકાર્યમાં 94થી વધુ સંતો અને વોલિયેન્ટર તેમજ 24થી વધુ ડોકટરો તથા મેકિડલ સ્ટાફ સેવાઓ બજાવી હતી. આ કોવિડ કેર સેન્ટરમાં 90% રિકવરી રેટ રહ્યો હતો.