Wednesday, May 20, 2026
Homeરાજ્યજામનગરજામનગરના સોલેરિયમ હાઉસ પાસે પાર્ક કરેલી કાર સળગી - VIDEO

જામનગરના સોલેરિયમ હાઉસ પાસે પાર્ક કરેલી કાર સળગી – VIDEO

એન્જીનમાં આગ : ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાઇ

જામનગર શહેરમાં સોલારિયમ હાઉસ નજીક પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. કાર પાર્ક કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ વાહનના આગળના મશીનના ભાગમાંથી ધુમાડા નીકળતા આગ ભભૂકી ઉઠી હતી.

- Advertisement -

આગ ઝડપથી ફેલાતા કારનો આગળનો ભાગ બળી જતાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કાર અડધી બળી રાખ સમાન બની ગઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડો સમય માટે દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. પ્રાથમિક અનુમાન મુજબ કારના એન્જિન અથવા વાયરિંગમાં ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular