Wednesday, May 20, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મેડીકલના વેપારીઓ ભારત બંધમાં જોડાયા - VIDEO

જામનગરમાં મેડીકલના વેપારીઓ ભારત બંધમાં જોડાયા – VIDEO

ઓનલાઇન દવાઓના વેચાણ, કોર્પોરેટ અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ગિફ્ટ ડિસ્કાઉન્ટ સહિતન મુદ્દે આજે કેમિસ્ટ વેપારીઓ દ્વારા બંધનું એલાન અપાયું છે. જેમાં જામનગરના મેડીકલના વેપારીઓ પણ જોડાયા હતાં.

- Advertisement -

દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઇ રહે તે હેતુસર આજે સમગ્ર ભારતના કેમિસ્ટો દ્વારા બંધનું એલાન કરાયું છે. જેમાં જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન પણ જોડાયું હતું. જીએસઆર 817 (ઇ) દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણના કારણે નિયમોનું પાલન કર્યા વિના દવાઓ વેચાઇ રહી છે. જેના કારણે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાવાનો ભય, દર્દીઓને ખોટી, સમય મર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની શક્યતા, સ્થાનિક લાયસન્સધારક કેમિસ્ટ પર અસમાન સ્પર્ધા સહિતના મુદ્દાઓના કારણે જીએસઆર 817 (ઇ) પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ, કોર્પોરેટ અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડીપ ડિસ્કાઉન્ટને કારણે નાના અને મધ્યમ કેમિસ્ટનો વ્યવસાય ખોરવાય છે. સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે શંકા સહિતના મુદ્દાઓને લઇ આ હડતાળ યોજાઇ હતી. જામનગરના મેડીકલના વેપારીઓએ પણ મેડીકલ સ્ટોર્સ બંધ રાખી હડતાળમાં જોડાયા હતાં. દર્દીઓની સુવિધા માટે અગાઉથી જાહેર કરેલ કેટલાક મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular