જામનગર : મૂળ જોડિયાના વતની અને જામનગરના જાણીતા વકીલ સુંદરજીભાઈ કે. રાચ્છનું તા.20 મે ના રોજ જામનગર ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેઓ વર્ષો સુધી જોડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત રહી વકીલ મંડળમાં અનેરું સ્થાન ધરાવતા હતા. લોહાણા સમાજના અગ્રણી તરીકે તેમની વિદાયથી સમગ્ર જામનગરમાં અનેખાસ કરીને કાયદાકીય વર્તુળોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તેમનો પરિવાર કલા અનેકાયદા ક્ષેત્રે પ્રતિષ્ઠિત છે. સુંદરજીભાઈ રાચ્છ ગુજરાતી રંગભૂમિના ગૌરવ સમાન સુપ્રસિદ્ધ નાટ્યકર્મી અનેએડવોકેટ વિરલ રાચ્છ તેમ જ અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખ્યાતનામ વકીલ પ્રેમલ રાચ્છના પિતા હતા. આ ઉપરાંત, તાજેતરજે માં ‘લાલો’ ફિલ્મ દ્વારા ગુજરાતી અર્બન સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનાર અને ૠશરફ એવોર્ડ વિજેતા જે અભિનેત્રી રિવા રાચ્છના તેઓ દાદા હતા. તેઓ પરિવારની કલાત્મક અનેકાનૂની વિરાસતના પ્રેરણારૂપ રહ્યા હતા.
એડવોકેટ તરીકેની તેમની સુદીર્ઘકારકિર્દી અત્યંત સફળ રહી હતી. તેમણે પોતાની વકીલાતના વર્ષો દરમિયાન અનેક પડકારજનક કેસોમાં પોતાની કાયદાકીય કુશળતા સાબિત કરી હતી. માત્ર વકીલ તરીકે જ નહીં, હીં પરંતુ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે તેમણેઅનેક અસીલોના હૃદયમાં પણ સન્માનભર્યું સ્થાન મેળવ્યું હતું. તેમના નિધનથી જામનગરના બાર એસોસિએશનનેમોટી ખોટ પડી છે.
વિદ્યાર્થીકાળથી જ તેઓ સેવાભાવી અનેનેતૃત્વના ગુણો ધરાવતા હતા. ડીકેવી કોલેજ અનેએમ. પી. શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ વિદ્યાર્થી નેતા તરીકે જી.એસ. પદે રહી અપાર લોકપ્રિયતા મેળવી હતી. વકીલાતની કારકિર્દી સાથેતેઓ સતત વિવિધ સામાજિક સંસ્થાઓ અનેએનજીઓ મારફતેલોકસેવાના કાર્યોમાંજોડાયેલા રહ્યા હતા. સુંદરજીભાઈના સત્કર્મો અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓની સુવાસ જામનગરના નાગરિકોના હૈયેહંમેશા સચવાયેલી રહેશે.
સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા. 21 મે 2026, ગુરુવારના રોજ સાંજે 8:00 કલાકે તેમના નિવાસસ્થાન ‘આશીર્વાદ’, 169 જે ઓમકાર બંગલોઝ, વાલકેશ્ર્વરી નગરી, જામનગર ખાતેથી નીકળશે.


