Sunday, July 13, 2025
HomeKHABAR EXCLUSIVEજામનગરમાં 30 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર બનશે - VIDEO

જામનગરમાં 30 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર બનશે – VIDEO

સાયન્સ એન્ડ ટેકનોલોજીની ગાંધીનગરની ટીમ દ્વારા સ્થળ મુલાકાત.

જામનગર શહેરમાં ટુંક સમયમાં બનશે રીઝનલ સાયન્સ સેન્ટર તૈયાર થશે. જામનગર શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન માર્ગ પર નવી કોર્ટ બીલ્ડીંગ પાસે આધુનિક સાયન્સ મ્યુઝિયમ તૈયાર થનાર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રુચી ધરાવતા વિધાર્થીઓ, અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખુબ જ ઉપયોગ સાબિત થશે. જામનગર શહેરમાં રીઝનલ સાયન્સ સેન્ટર આશરે 10 એકરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર છે. આશરે 2 વર્ષમાં આ સાયન્સ સેન્ટર તૈયાર થશે. જેની ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈને જરૂરી સુચનો આપીને કામગીરીની સમીક્ષા કરી હતી.

- Advertisement -

ગુજરાત કાઉન્સીગ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારામાં જામનગરમાં રાજયનુ પાંચ રીઝનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવશે. જે જામનગરમાં શહેરના રેલ્વે સ્ટેશન નજીક નવી કોર્ટ બીલ્ડીંગની સામેના આશરે 10 એકરની વિશાળ જગ્યામાં અંદાજે 30 કરોડના ખર્ચે બે વર્ષના સમયગાળામાં તૈયાર કરવામાં આવશે. જેનુ કામ ગત સપ્ટેમ્બર 2024થી શરૂ કરવામાં આવ્યુ હતુ. હાલ સાયન્સ સેન્ટરમાં મ્યુઝિમ બનશે. જેમાં સાયન્સ, ઔધોગિક, ટેકનોલોજી, ઈતિહાસિક વિષય પર મ્યુઝિમમાં વિસ્તૃત માહિતી સાથે લોકો નિહાળી શકે તેવી રીતે રાખવામાં આવશે. સાથે સાયન્સના વિષય પર અભ્યાસ સંશોધન માટે ઉપયોગી થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓ કાર્યરત રહેશે. હાલ રાજયમાં પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટમાં આવા રીઝનલ સાયન્સ સેન્ટર કાર્યરત છે. જામનગરમાં રાજયનુ પાંચમુ રીઝનલ સાઈન્સ સેન્ટર બનશે. જામનગરમા તૈયાર થનાર સાયન્સ સેન્ટર યુનિક રહેશે જયા સાયન્સ અને ટેકનોલોજીના વિષય પર રૂચિ ધરાવતા લોકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રયાસો થશે.

- Advertisement -

જામનગરમાં આકાર પામનાર રીઝનલ સાયન્સ સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવા માટે ગુજરાત કાઉન્સીસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરની 9 સભ્યોની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. જયાં તૈયાર થનાર સાયન્સ સેન્ટર માટે ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરીને જરૂરી સુચનો કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular