જામનગર શહેરમાં ગોલ્ડન સીટી પાસે આવેલા બંધ રહેણાંક મકાનમાંથી અજાણ્યા શખ્સોએ દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલા રૂા.1,50,000 ની કિંમતની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોલ્ડન સીટીની બાજુમાં આવેલા તમ્બોલી ભવન આવાસ સી-307 માં રહેતાં કિશોરભાઇ કરશનદાસ ભગત નામના વૃદ્ધ તેના પરિવાર સાથે ઘરને તાળુ મારીને બહારગામ ગયા હતાં તે દરમિયાન રવિવારે શુક્રવારે અજાણ્યા શખ્સોએ દરવાજાના તાળા તોડી રૂમમં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રહેલા લોખંડના કબાટમાંથી રૂા.1,30,000 ની કિંમતનો 21.28 ગ્રામ વજનનો સોનાનો ચેઈન અને રૂા.6000 ની કિંમતની સોનાની વીંટી તથા રૂા.6000 ની કિંમતનો સોનનો ઓમકાર અને રૂા.5000 ની રોકડ રકમ તથા રૂા.3000 ની કિંમતના ચાંદીના 15 ગ્રામના ચાર નંગ ચોરસા મળી કુલ રૂા.1,50,000 ની માલમતાની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવની વૃાધ્ધ દ્વરા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.