Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરખાનગી હોસ્પિટલો કોરોના સારવારમાં મુખ્યમંત્રીની જાહેરાતનું પાલન કરતા નથી: અલ્તાફ ખફી

ખાનગી હોસ્પિટલો કોરોના સારવારમાં મુખ્યમંત્રીની જાહેરાતનું પાલન કરતા નથી: અલ્તાફ ખફી

- Advertisement -

કોરોનાની સારવારમાં મુખ્યમંત્રી દ્વારા કરાયેલ જાહેરાત મૂજબ અમૃતમ કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવતી ન હોય વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં.12ના કોર્પોરેટર અલ્તાબ ખફી દ્વારા કમીશનર જામનગર મહાનગરપાલિકાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં કોરોના મહામારી દરમ્યાન સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઇ જતાં સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં અમૃતમ કાર્ડ હેઠળ સારવાર માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હકિકતે કોઇ ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર અમૃતમ કાર્ડ હેઠળ કરતી નથી. આ જાહેરાત માત્ર કાગળ ઉપર રહી છે. કોરોનાના દર્દીઓ તથા પરિવારજનો એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ રજળી રહ્યા છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં દરરોજ જે ટેસ્ટીંગ થાય છે. તેમાં કોરોનાના કેટલાં કેસ પોઝિટીવ આવે છે તેમજ પોઝિટીવ આવેલ લોકો ઘરે હોમઆઇસોલેશનમાં રહીને સારવાર લેતાં હોય તેના આંકડા પણ જાહેર કરતાં નથી. આથી આવાં કોરોના પોઝિટીવ દર્દીના પરિવારજનો તથા પોઝિટીવ શહેરમાં પોતે ફરતા હોય સુપર સ્પ્રેડર બની શકે છે. લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઇંજેકશન મળતા નથી. આથી શહેર અને જિલ્લાના દર્દીઓને તાકિદે સારવાર મળે ઓકિસજન મળે તથા હોમઆઇસોલેટેડ દર્દીઓ ને પૂરતી સારવાર મળે તે માટે માંગણી કરાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular