જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધનચોક-દરબારગઢ સર્કલથી શાક માર્કેટ વિસ્તારમાં સુધીના માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂપ વજનકાંટા, કાઉન્ટર, રેંકડી, કેરેટ, પથારા, ટેબલ વગેરે દૂર કરવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
જામનગર શહેરના બર્ધનચોક વિસ્તાર, દરબારગઢ સર્કલ વિસ્તાર અને શાકમાર્કેટ વિસ્તાર સહિતના વિસ્તારોમા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન.રાઠોડ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને અડધો ડઝનથી વધુ રેકડી, કેબીનો વગેરે કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ વિભાગની આ કાર્યવાહીને લઇને બર્ધન ચોકથી શાકમાર્કેટ વિસ્તારમાં થોડો સમય માટે ધંધાર્થીઓમાં દોડધામ થઈ હતી.
View this post on Instagram


