Wednesday, July 15, 2026
Homeરાજ્યજામનગરજામનગર પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી ભર્યા ઈ-મેઈલથી ખળભળાટ - VIDEO

જામનગર પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી ભર્યા ઈ-મેઈલથી ખળભળાટ – VIDEO

એસઓજી અને બોમ્બ સ્કવોર્ડ કરી સઘન તપાસ

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી ભર્યા ઈ-મેલ મળતા શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ, એસઓજી (SOG) તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરને સુરક્ષાના ઘેરામાં લઈ સઘન તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 
સુરક્ષા એજન્સીઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં રહેલા તમામ પાર્સલો, કચેરીના રૂમો, સ્ટોર વિભાગ તેમજ દરેક ખૂણે-ખૂણે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે વિશેષ સાધનોની મદદથી સમગ્ર પરિસરનું સ્કેનિંગ કરી કોઈપણ શંકાસ્પદ વસ્તુની શોધખોળ હાથ ધરી હતી.
 

લાંબા સમય સુધી ચાલેલી તપાસ બાદ પોસ્ટ ઓફિસમાંથી કોઈ પણ પ્રકારનો બોમ્બ કે વિસ્ફોટક સામાન મળી આવ્યો નહોતો. પ્રાથમિક તપાસમાં બોમ્બ હોવાની માહિતી ખોટી હોવાનું સામે આવતા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisement -

ધમકીભરી ઈ-મેલ કોણે મોકલી અને તેનો હેતુ શું હતો તે અંગે પોલીસ દ્વારા સાયબર સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની આગળની કાર્યવાહી કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular