ભારત માટે ગર્વની ક્ષણ આવી રહી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આવતીકાલે સાંજે 5:52 વાગ્યે સ્પેસ સ્ટેશન જવા માટે રવાના થશે અને ISS સાથે જોડાઇ મિશન AX-4 નો ભાગ બનશે. જેને 1984ના રાકેશ શર્માના ઐતિહાસ્કિ મિશનની યાદ પણ અપાવી છે.

શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન છે. તેઓ ગગનયાન કાર્યક્રમના ચાર અવકાશયાત્રીઓમાંના એક છે. 2023માં અમેરિકાની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને AX-4 મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ મિશન ભારત અને નાસા વચ્ચેના સહયોગનું પરિણામ છે. શુભાંશુએ Space X અને Axiom Space દ્વારા તાલીમ મેળવી છે. X4 મિશન Space X નું 53મું ડ્રેગન મિશન છે. જે 15મું માનવ અવકાશ મિશન અને 48મું ISS મુલાકાત હશે. શુભાંશુ ઉપરાંત આ મિશનમાં USAથી કમાન્ડર પેગી વ્હિટસન, પોલેન્ડથી મિશન સ્પેશિયાલિસ્ટ સ્લેવોસ ઉજનાસ્કી અને હંગેરીથી મિશન સ્પેશિયાલિસ્ટ ટિબોર કાયુ છે. જેઓ 11મી જૂનના ISS સાથે જોડાશે.
આમ, મિશન હવામાન આગાહી અને ફાલ્કન-9 રોકેટ અને ડ્રેગન અવકાશયાનની પરિવાર પ્રક્રિયાને ઘ્યાનમાં રાખીને 8 જુનના બદલે 10 જુનએ કરવાનો ફેરફારો કરાયાનું સ્પેસએક્સની ટીમએ જણાવ્યું હતું. ભારતે આ મિશન પર અત્યાર સુધીમાં 548 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ISS પર પહોંચ્યા બાદ શુભાંશુ સાત પ્રયોગો કરશે. જેમાં જૈવિક પ્રયોગો છોડના બીજ અને માનવશરીર પર સુક્ષ્મ ગુરૂત્વાકર્ષણની અસર સહિતના પ્રયોગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે નાસા સાથે વધુ બીજા પાંચ પ્રયોગો કરશે.
શુભાંશુનું આ મિશન 1984માં રાકેશ શર્માની યાદ અપાવે છે. જે અવકાશમાં જનારા પ્રથમ ભારતીય હતાં. તેમણે ‘સારે જહાં સે અચ્છા’ ગીત ગાઇને આખા દેશને ગૌરવ અપાવ્યું હતું. શુભાંશુની આ યાત્રા પણ એ જ પ્રકારે ગૌરવ અપાવે તેવી સૌને દેશવાસીઓને આશા છે.