કટરાથી શ્રીનગર સુધી ફલાઇટ મુસાફરી ત્રણ કલાક લાગતાં હવે વંદે ભારત દ્વારા મુસાફરી સસ્તી અને સરળ બની. હિમવર્ષાની મૌસમ દરમિયાન કાશ્મિર ખીણ દેશના બાકીના ભાગોથી દૂર થઇ જાય છે. જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ થવાને કારણે કાશ્મિર ખીણનો રસ્તો પણ બંધ થઇ જાય છે.

હવે કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેન સાથે હિમવર્ષાની મૌસમ દરમ્યાન પણ કાશ્મિરની મુસાફરી સરળ અને રોમાંચક બની રહેશે. ચીનાબ રેલવે બ્રીજ બન્યા બાદ વંદે ભારત ટ્રેન દ્વારા કટરાથી શ્રીનગરની મુસાફરી ફક્ત ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાય છે. જેનું ભાડું રૂા. 700 છે.
આ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પર્યટકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે, હવે ટ્રેન દ્વારા કાશ્મિરની સુંદર ખીણો જોવાનો એક અલગ જ આનંદ હતો. મુસાફરી દરમ્યાન મુસાફરો કેક કટ કરીને ઉજવણી કરતાં દેખાય છે. તો વળી લોકો ભારત માતા કી જયના નારા પણ લગાવતા હતા. આમ વંદે ભારત ટ્રેન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે કટરા જતાં શ્રદ્ધાળુઓ તેમજ કાશ્મિરની ખીણો જોવા માંગતા પ્રવાસીઓ માટે એક નવું પર્યટન સ્થળ બની ગયું છે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે.
આ ટ્રેનમાં તમામ હાઇટેક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં સિલિકોન હિટીંગ પેડ અને હિટીંજ પાઇપલાઇન્સ છે. જેથી શિયાળામાં પાણી જામી ન જાય. આ ઉપરાંત ટ્રેનના વોશરૂમ અને કોચમાં હિટર લગાવાયા છે. જેથી માઇનસ તાપમાનમાં અગવડતા ન પડે. આ ટ્રેનમાં વિમાન જેવા બાયો વેકયુમ ટોઇલેટ છે. તેમજ 360 ડિગ્રી ફરતી સીટો પણ છે. જે મુસાફરીને આરામદાયક બનાવે છે.